Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

સિનીયરોના દિમાગને તરોતાજા કરી દેતી નોનપ્રોફિટ ‘‘ચેસ'': ઉમરની અસરના કારણે ચિત્તભ્રમનો અનુભવ કરતા સિનીયરોની વહારે ભારતીય મૂળની તરૂણી અનુહયા ટાડેપલ્લીઃ હાઇસ્‍કૂલમાં અભ્‍યાસ કરતી આ તરૂણીએ બનાવેલી નોનપ્રોફિટ ગેઇમ ‘ચેસ'રમો અને મગજના ચેતાતંત્રને જાગૃત કરોઃ અનોખા નિર્માણ બદલ મિલ્‍ટોન સિટી કાઉન્‍સીલ દ્વારા બહુમાન કરાયું

જયોર્જીયાઃ સિનીયરોને ઉંમરની થતી અસર અને તેના કારણે જોવા મળતી ચિત્તભ્રમ જેવી અવસ્‍થા દૂર કરી દિમાગના ચેતાતંત્રને જાગૃત કરવાનું કામ કરતી નોનપ્રોફીટ ‘ચેસ'શરૂ કરવા બદલ યુ.એસ.સ્‍થિત ભારતીય મૂળની તરૂણી અનુહયા ટાડેપલ્લીનું બહુમાન કરાયું છે.

મિલ્‍ટોન જયોર્જીયાની હાઇસ્‍કૂલમાં અભ્‍યાસ કરતી આ તરૂણીએ તેની બાળપણની સહેલી પૂજા કે જે પણ હાઇસ્‍કૂલમાં જુનીયર તરીકે અભ્‍યાસ કરે છે તેની સાથે મળી તૈયાર કરેલ આ નોનપ્રોફિટ ચેસ શરૂ કરવા બદલ તે બંનેનું મિલ્‍ટોન સિટી કાઉન્‍સીલ દ્વારા ગયા મહિને બહુમાન કરવામાં આવ્‍યું હતું.

ચેસની આ રમત મગજની ડાબી તથા જમણી બંને સાઇડના ચેતાતંતુઓને જાગૃત કરી સક્રિય બનાવે છે. તેથી સિનીયરોને ઉંમરના કારણે થતી માનસિક અસરોથી તેઓ મુક્‍ત થઇ સ્‍વસ્‍થ રહી શકે છે. તથા મગજની કાર્યશક્‍તિ અને ક્ષમતા વધારે છે.

૨૦૧૬ની સાલમાં શરૂ કરાયેલી આ નોનપ્રોફિટ ચેસ વિષે જયોર્જીયા ચેસ ન્‍યુઝમાં પણ સમાચાર આવી ગયેલા છે. તેમજ તેને જયોર્જીયા ડીપાર્ટમેન્‍ટ ઓફ હયુમન સર્વિસ દ્વારા એવોર્ડ પણ એનાયત કરાયેલો છે. હાલમાં આ નોનપ્રોફિટ ચેસની સેવાઓનો લાભ ૧૪ શહેરોને મળી રહ્યો છે.

(10:06 pm IST)