-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
અમેરિકામાં GOPIO સેન્ટ્રલ જર્સી ચેપ્ટરના ઉપક્રમે ૩ જુનના રોજ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાયોઃ કોમ્યુનીટી માટે વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરાયું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં GOPIO સેન્ટ્રલ જર્સી ચેપ્ટરના ઉપક્રમે ૩ જુનના રોજ ૧૦મો વાર્ષિક એવોર્ડ વિતરણ સાથે ભોજન સમારંભ યોજાઇ ગયો.
સાઉથ બ્રન્સવીક ન્યુજર્સી મુકામે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારંભ તથા પ્રીતિભોજન પ્રોગ્રામના ચિફ ગેસ્ટ તરીકે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી હાજર રહ્યા હતા. જે પ્રસંગે GOPIO મેમ્બર્સ, કોમ્યુનીટી લીડર્સ તથા અગ્રણીઓ, તેમજ આમંત્રિતો સહિત ૩૫૦ લોકોએ હાજરી આપી હતી.
જેમાં ન્યુજર્સી એસેમ્બલીમેન શ્રી રાજ મુખર્જી, તથા એન્ડ્રયુ ઝિવકર, સાુથ બ્રન્સવીક મેર ચાર્લી કાર્લે, તથા વેસ્ટ વિન્ડસર મેયર શ્રી હેમંત મરાઠે સહિતનાઓનો સમાવેશ થતો હતો.
૨૦૧૮ની સાલના એવોર્ડ માટે પસંદ થયેલા મહાનુભાવોમાં ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા તેવા કોંગ્રેસમેન ફ્રાંક પાલ્લોન, મિડીયા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા પદમશ્રી ડો.સુધીર પરીખ, તથા પદમશ્રી શ્રી એચ.આર.શાહને એવોર્ડ તથા ન્યુજર્સી સ્ટેટ સેનેટ દ્વારા સન્માનપત્ર અર્પણ કરાયું હતું.
અન્ય એવોર્ડ વિજેતાઓમાં નોનપ્રોફિટ SKN ફાઉન્ડેશનના શ્રી ક્રિશ્ના નિધિ, આઉટ સ્ટેન્ડીંગ એન્ટ્રીપ્રિનીઅર તરીકે પસંદ થયેલા યુ.એસ.ફાર્મા લેબ્સના ફાઉન્ડર શ્રી અશોક લુહાડીઆ, ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામ પ્રેસિડન્ટ તથા કો-ફાઉન્ડર શ્રી અમિત જાની, પબ્લીક સર્વિસ માટે શ્રી પિનાકીન પિઠાવાલા, ઓમ ડાન્સ ક્રિએશનના ડીરેકટર તથા ફાઉન્ડર સુશ્રી રિના શાહ, તથા અસાધ્ય રોગ સામે ઝઝુમનાર ૧૫ વર્ષીય સ્પર્શ શાહ,નો સમાવેશ થતો હતો.
આ તકે GOPIO સેન્ટ્રલ જર્સી ફાઉન્ડર પ્રેસિડન્ટ તથા હાલમાં સેક્રેટરી જનરલ ઓફ GOPIO ઇન્ટર નેશનલમાં સેવાઓ આપી રહેલા ડો.રાજીવ મહેતા GOPIO સેન્ટ્રલ જર્સી પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી દિનેશ મિત્તલએ તમામ એવોર્ડ વિજેતાઓને બિરદાવી તેઓને કોમ્યુનીટી માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.
પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ વિતરણ, ડીનર, એન્ટરટેઇનમેન્ટ, ડાન્સ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેવું શ્રી ચિરાગ પટેલ તથા શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્ય સાથે GOPIO સેન્ટ્રલ જર્સી પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલની યાદી જણાવે છે