News of Tuesday, 12th June 2018

અમદાવાદ યુનિવર્સિટીની અમૃત મોદી સ્કૂલ તથા અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીની રેડી સ્કૂલ વચ્ચે MOU : શૈક્ષણિક આદાન પ્રદાન, ઇન્ટર નેશનલ કોન્ફરન્સ,સહિત વિવિધ ક્ષેત્રે પરસ્પર સહકાર સાધવા કરાયેલા સહી સિક્કા

કેલિફોર્નિયાઃ અમદાવાદ યુનિવર્સિટીની અમૃત મોદી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ તથા અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીની સાન ડિએગો ખાતેની રેડી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ વચ્ચે MOU થયા છે.

શૈક્ષણિક ક્ષેત્રે પરસ્પર આદાનપ્રદાન, સંશોધન, એક્ષચેન્જ ઓફ ફેકલ્ટી, રિસચ સ્કોલર્સ, પ્રોજેકટ, ટેકનોલોજી તથા સાયન્સ ક્ષેત્રે પરસ્પર સહકાર માટે સાથે મળી શૈક્ષણિક સાહિત્ય પ્રસિધ્ધ કરવું, વિદ્યાર્થી તથા તથા શિક્ષકોની આપલે દ્વારા લેકચરના આયોજનો કરવા, લાયબ્રેરી, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ તથા વર્કશોપના આયોજન કરવા સહિતની બાબતોનો MOUમાં સમાવેશ કરાયો છે. જેમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર બિબેક બેનરજી તથા પ્રોફેસર રોબર્ટ એસ સુલ્લીવાને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડિએગો કેમ્પસ ખાતે સહી સિક્કા કર્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)
  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST