Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની થયેલી શાનદાર ઉજવણીઃ ફકત એક જ દિવસમાં આ પ્રસંગે જૈન સંઘના સભ્યોએ૧૯૧૧૬૦ ડોલર જૈન સોસાયટીને અનુદાનમાં આપ્યાઃ સાંજના ૨૪માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી ભગવાનના જન્મ વાંચન અને રાત્રે રાજા કુમારપાળની આરતીનું કરવામાં આવેલું ભવ્ય આયોજન

 (કપિલા શાહ દ્વારા) શિકાંગોઃ હાલમાં જૈન સમાજના ભાઇ-બહેનો મહાધીરાજ પર્યુષણ પર્વની આરાધના આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં કરી રહયા છે. અને આજે રવિવારના રોજ જૈન સમાજના ૨૪માં તિર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ મહોત્સવની ઉજવણી આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં કરી હતી. અને આ પ્રસંગે સંઘના તમામ ભાઇ-બહેનો તથા નવયુવાનો અને યુવતિઓ તેમજ નાની વયના બાળકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી વહેલી સવારથી જૈન સેન્ટરમાં આવ્યા હતા.

પર્યુષણ પર્વના આજે રવિવારે ચોથા ીદવસે વહેલી સવારે જિનાલયમાં બિરાજમાન ભગાવનની પ્રતિમાઓની પક્ષાલ તેમજ પુજાની વિધિઓ કરવામાં આવી હતી જેમાં મોટા ભાગના ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. ત્યારબાદ આ પવિત્ર દિવસો દરમ્યાન રાબેતા મુજબ સ્નાપુજા આરાધના હોલમાં ભણાવવામાં આવી હતી અને ત્યારબાદ ભારતથી શિકાંગો પધારેલા શ્રી ભદ્રબાહુજીએ આત્માનુસંધાન એ વિષય પર ધાર્મિક પ્રવચન આપ્યું હતું. અને તેમા દરેક શ્રાવક ભાઇ-બહેનોએ જિનાલયમાં બિરાજમાન ભાગવાનની પ્રતિમા સાથે પોતાના આત્માનું કઇ રીતે અનુસંધાન થઇ શકે તે અંગે વિસ્તૃત માહિતીઓ આપેલ.

પ્રવચનની પુર્ણાહુતિ બાદ સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યાર બાદ બપોરે બે વાગ્યા બાદ ભગવાન મહાવીર સ્વામીજીની માતા ત્રિશલા દેવીને જે ૧૪ સ્વપનો આવ્યા હતા તે તમામ સ્વપનોની ઘીની તથા તેને વરમાળા પહેરાવવા માટે ઘીની બોલીઓ બોલાવવામાં આવી હતી. આ વેળા ભગવાનને પારણામાં પધરાવવા તથા તે પારણું ઝુલાવવા માટે પણ ઘીની બોલી બોલાવવામાં આવતા આખા દિવસ દરમ્યાન સંઘના ભાઇ-બહેનોએ ૧૯૧૧૬૦ ડોલરો અનુદાનમાં આપ્યા હતા. આ દિવસે ભગવાનના જન્મ વાંચનનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો. અને ભગવાનનો જન્મ થયાના સમાચારનું વાંચન થતાં સોૈ ભાઇ -બહેનોમાં આનંદની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.

આ દિવસે રાત્રે રાજા કુમારપાળની ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ અને તેનો લાભ નિલેશ અનેબીનાબેના શાહે લીધો હતો. સવારના સ્વામી વાત્સલ્યન સ્પોન્સર કારોબારી સમિતિ તથા બોર્ડ ઓફ ટ્રસ્ટી મંડળના સભ્યો હતા જયારે સાંજના સ્પોન્સર તરીકે દિપક અને હેમાંગીની શાહ, ભરત અને સંધ શાહ, કમલેશ શાહ તેમજ સમીર અને નિરૃપા શાહના પરિવારના સભ્યો હતા સોમવારે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ હશે.

(11:21 pm IST)
  • સુરત :મિઝલ્સ-રુબેલા રસીકરણ કેમ્પેઇન:10 લાખ 82 હજાર 878 બાળકોને રસીકરણ કરાયું: રાજ્યમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ સુરતમાં થયું :16 જુલાઈથી શરૂ થયું હતું કેમ્પેઇન: 9 માસથી 15 વર્ષના બાળકોનું રસીકરણ કરાયું access_time 11:02 pm IST

  • સુરત;વેડરોડ સિંગણપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું ડીમોલેશન; સિંગણપોર ચાર રસ્તા પર આવેલી દુકાનોના પાર્કિંગની જગ્યા પર કરાયેલા દબાણને દૂર કરાયું ;મોટા પ્રમાણ માં ઓટલા હોર્ડિંગસ તોડી પાર્કીંગ ખુલ્લું કરાયું access_time 12:03 am IST

  • નવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST