Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી FBLAમાં કો-ચેર તરીકે જોડાયાઃ વિશ્વના સૌથી મોટા સ્ટુડન્ટસ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ ભાવિ પેઢીને બિઝનેસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરશે

ઇલિનોઇસઃ અમેરિકાના ઇલિનોઇસ ડીસ્ટ્રીકટમાંથી બીજી ટર્મમાં પણ કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થી ''ફયુચર બિઝનેસ લીડર્સ ઓફ અમેરિકા (FBLA)''- phi Beta Lambda Inc. (PBl)માં કો-ચેર તરીકે જોડાયા છે.

FBLA-PBL વિશ્વનું સૌથી મોટુ સ્ટુડન્ટસ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે. જેના નેજા હેઠળ દર વર્ષે ૨ લાખ ૩૦ હજાર મેમ્બર્સને બિઝનેસ તથા તેની સાથે જોડાયેલા ક્ષેત્રોમાં આગળ વધવા માર્ગદર્શન આપે છે. ઉપરાંત કોમ્યુનીટી લીડરના પાઠ ભણાવે છે. જેનો હેતુ વિશ્વના ભવિષ્યના બિઝનેસ લીડર્સ તથા ચૂંટાયેલા અધિકારીઓ વચ્ચે સુમેળ સાધવાનો છે.

(8:00 pm IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST