Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

ઇન્ડો અમેરીકન સીનીયર્સ એસોસીએશન ઓફ મીડલસેકસ કાઉન્ટી દ્વારા સમર પિકનીકનું કરવામાં આવેલુ આયોજનઃ સંસ્થાના પ્રમુખ પોપટભાઇ પટેલ તથા કારોબારી સમિતિના સભ્યોએ આપેલી હાજરીઃ હરહંમેશ સીનીયર ભાઇ બહેનોની પડખે ઉભા રહેનાર અને તેઓને મેડીકેર, મેડીકેડ, સોસીયલ સીકયોરીટી, તેમજ એસએસઆઇ અને હાઉસીંગને સ્પર્શતા પ્રશ્નો અંગે સાચુ અને સચોટ માર્ગદર્શન પુરૃ પાડનારાઓ જોસેફ પરમાર તથા જાણીતા સમાજ સેવક અને સીનીયરોના માર્ગદર્શક ગોવિંદભાઇ શાહે આપેલી હાજરીથી સીનીયર ભાઇ બહેનોમાં ઉત્સાહની લાગણી

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ન્યુજર્શી રાજયના ઇન્ડો અમેરિકન સિનીયર્સ  એસોસીએસન ઓફ મીડલસેકસ કાઉન્ટી દ્વારા સુઝવેલ્ટ પાર્ક એડીસનમાં સીનીયરોના હિતાર્થે એક સમર પિકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સંસ્થાના પ્રમુખ પોપટભાઇ પટેલ તેમજ કારોબારી સમિતિના સભ્યો તેમજ આ સીનીયર સંસ્થાના સભ્યોએ મોટી  સંખ્યામાં હાજરી આપી હતી.

આ પિકનીક સવારે ૧૦ વાગે યોજવામાં આવી હતી અને જેમ જેમ સભ્યો પોતાના પરિવારના સભ્યો સાથે આ પિકનીકમા હાજર થતા ગયા તેમ તેમ સંસ્થાના પ્રમુખ પોપટભાઇ પટેલ તથા કારોબારી સમિતિના સભ્યોએ સર્વેનું સ્વાગત કર્યુ હતું. અને પ્રથમ રાઉન્ડમાં પિકનીકને અનુરૃપ રીતે યોજવામાં આવેલ સવારના નાસ્તામાં તૈયાર કરવામાં આવેલ ગરમાગરમ ગોટા, તથા પાપડી તેમજ સેવ ઉસળ અને ચાનો આનંદ માણ્યા બાદ માણ્યા બાદ સૌ સભ્યાએ પાપડીના લોટની અલૌકિક રીતે મજા માણી હતી. આ વેળઆ સંગીતના સુરાવલી તથા મધુર ગીતો સાથે તમામ સીનીયર ભાઇ બહેનો આનંદ માણતા હતા.

આ વેળા એડીસન ટાઉન તથા તેની આજુબાજુના પરા વિસ્તારમાં વસવાટ કરતા સૌ સીનીયર ભાઇ બહેનોની પડખે રહેનાર તથા તેઓને પોતાના પ્રશ્નો જેવા કે મેડીકેર, મેડીકેડ, સોસીયલ સીકયોરીટી, એસએસઆઇ, તેમજ ગ્રઉસીંગ અંગે જો કોઇ પણ પ્રકારની માહિતી જોઇતી હોય તો તે પુરી પાડનારા એવા સીનીયરોના હિતેચ્છુ અને શુભચિંતક જોસેફભાઇ પરમાર તેમજ આ વિસ્તારના જાણીતા લોકસેવક અને સીનીયરોના શુભેચ્છક ગોવિંદભાઇ શાહ આ સમર પિકનીકમાં હાજર રહેતા તમામ સીનીયર ભાઇ બહેનોમાં અનેરો ઉત્સાહ વધી જવા પામ્યો હતો. પોપટભાઇ પટેલે આ બંન્ને મહાનુભાવોને આવકાર આપ્યો હતો અને સીનીયરોને નડતી મુશ્કેલીઓ તેમજ તેમના જે અણઉકલ્યા પ્રશ્નો હોય તો તેનો યોગ્ય ઉકેલ લાવવા જે પ્રયાસો આ બંન્ને મહારાક્ષીઓ દ્વારા કરવામાં આવી રહેલ છે તે બદલ તેઓને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે અચાનક વાદળીયું હવામાન થઇ જતાં તેમજ વરસાદના આગમનના ચીન્હો દ્રષ્ટિ ગોચર થઇ રહ્યા હોવા છતા તમામ ભાઇ બહેનોએ ધીરજ અને શાંતિ જાળવી હતી. આ વેળા જે સીનીયર ભાઇ બહેનોને જો કોઇ પણ પ્રકારના પ્રશ્નો હોયતો સર્વેએ વ્યકિતગત રીતે જોસેફભાઇ પરમાર તેમજ ગોવિંદભાઇ શાહ સમક્ષ રજુ કરીને તે અંગે માર્ગદર્શન મેળવવાનો નમ્રપ્રયાસ કર્યો હતો અને બંન્ને મહાનુભાવો તરફથી જરૃરી માહિતીઓ પ્રાપ્ત થતા સર્વત્ર જગ્યાએ આનંદ પ્રસરી જવા પામ્યો હતો.

આ પિકનીકમાં અન્ય સીનીયર સંસ્થાના અગ્રણીઓ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં સુભાષ દોશી, કિર્તિ શાહ, વિષ્ણુભાઇ પટેલ, બિમલ જોશી જી.કે.પટેલ,કેશવજી ગડા, અમૃત હઝારી,ઠાકોર બલસારા, મહેશ ઝરીવાલાનો સમાવેશ થાય છે.

સાંજના સમયે રાઇસ, શાક, જલેબી, પુરી તેમજ છાશનો    આનંદ માણી ઇન્ડીયા ટી તરફથી ભીન્ન ભીન્ન પ્રકારની ચાહની પડીકીઓ સૌ સભ્યોને ભેટમાં આપવામાં આવી હતી અને તે લઇને સૌ વિખુટા પડ્યા હતા. 

(12:03 am IST)
  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં જેડીયુને સમર્થન આપ્યું ભાજપને નહીં ;બીજેડીએ કહ્યું કે વૈચારિક સમાનતાને કારણે જેડીયુને સમર્થન આપ્યું અને ભાજપ અને કોંગ્રેસથી અંતર રાખ્યું છે : ઓરિસ્સામાં સત્તારૂઢ બીજેડીયુના અધ્યક્ષ નવીન પટનાયકએ જેડીયુના અધ્યક્ષ નીતીશકુમાર સાથે વાતચીત કર્યા બાદ જેડીયુના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપ્યું હતું access_time 12:27 am IST