Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

રહોડ આઈલેન્ડએ ભારતને 2 લાખ કોવિદ ટેસ્ટ મોકલ્યા : ભારતની હોસ્પિટલો અને પ્રયોગશાળાઓ માટે ઉપકરણો , વેન્ટિલેટર, દવાઓ અને તબીબી પુરવઠો મેળવવામાં સહાયરૂપ બનશે

ન્યુદિલ્હી : રહોડ આઈલેન્ડએ ભારતને 2 લાખ કોવિદ ટેસ્ટ મોકલ્યા છે. કેર ન્યૂ ઇંગ્લેંડ કોવિદ -19 રાહત  અને રહોડ આઇલેન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા મોકલાયેલા 2 લાખ કોવિદ ટેસ્ટ ભારતની હોસ્પિટલો અને પ્રયોગશાળાઓ માટે ઉપકરણો , વેન્ટિલેટર, દવાઓ અને તબીબી પુરવઠો મેળવી શકવામાં સહાયરૂપ બનશે.

રાજ્યના  આરોગ્ય વિભાગના ડિરેક્ટર, ડો. નિકોલ એલેક્ઝાંડર-સ્કોટએ એક  નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં કોરોના કેસ સર્વાધિક ઊંચાઈએ પહોંચી ગયા  હોવાથી ઉપરોક્ત મદદ મોકલવામાં આવી છે.તેમણે ઉમેર્યું હતું કે અમે મોકલેલા કોવિદ  ટેસ્ટ 15 મિનિટમાં જ પરિણામ આપે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:33 pm IST)