Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

" અમેરિકાનું ગન ક્લચર " : કોલોરાડો ખાતેની સ્કૂલમાં ફાયરીંગ : 1850 જેટલા સ્ટુડન્ટ્સની સંખ્યા ધરાવતી સ્કૂલના બે ક્લાસમાં જઈ ફાયરીંગ કરાતાં એક વિદ્યાર્થીનું મોત : 8 ને ગંભીર ઇજા : બે હુમલાખોરની ધરપકડ

કોલોરાડો : અમેરિકાના કોલોરાડોમાં આવેલી 1850 જેટલા સ્ટુડન્ટ્સની સંખ્યા ધરાવતી સ્કૂલમાં બે થી ત્રણ હુમલાખોરોએ બે ક્લાસમાં જઈ અંધાધૂંધ ફાયરિંગ કરતા 1 વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે તથા 8 ને ગંભીર ઈજાઓ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ડગલસ કાઉન્ટીના શેરિફ ટોની સ્પુરલોકે જણાવ્યું કે ઘટના અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે મંગળવારે બપોરે 2 વાગે થઈ હતી. હુમલાખોરોએ બે ક્લારૂમમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસે બે હુમલાખોરની ધરપકરડ કરી લીધી છે જ્યારે એક આરોપી હજી સ્કૂલમાં છુપાયો હોવાની શંકા છે. પકડાયેલા હુમલાખોરો પાસેથી એક હેન્ડગન મળી છે. આરોપીઓમાં એક આરોપી સગીર હોવાની શક્યતા છે. સ્કૂલમાં અંદાજે 1850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

 

(8:41 pm IST)
  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST