Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ભારતથી ચોરાયેલી અને અમેરિકા પહોંચેલી એન્ટિક પ્રાચીન મૂર્તિઓ ટૂંક સમયમાં પરત સોંપાશે : તામિલનાડુ ,મધ્યપ્રદેશ ,વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોમાં આવેલા મંદિરોમાંથી ઉઠાંતરી કરાયેલી બૉન્ઝ તથા પત્થરની મૂર્તિઓ અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના કબ્જામાં

વોશિંગટન :  ભારતથી ચોરાયેલી અને  અમેરિકા પહોંચેલી એન્ટિક પ્રાચીન મૂર્તિઓ ટૂંક સમયમાં પરત સોંપાશે આ મૂર્તિઓ  તામિલનાડુ ,મધ્યપ્રદેશ ,વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોમાં આવેલા મંદિરોમાંથી ઉઠાંતરી કરાયેલી જણાઈ છે. જે ગુપ્તવંશના સમયની તથા હડપ્પન સંસ્કૃતિના વખતની હોવાનું જણાયું છે. તથા   અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના કબ્જામાં છે.તે ભારતીય દૂતાવાસ મારફત ટૂંક સમયમાં  ભારત પરત મોકલાશે

2006 ની સાલમાં આ મૂર્તિઓની ઉઠાંતરી કરવાના આરોપસર ભારતીય નાગરિક સુભાષ કપૂર ઉપર કાયદેસર કાર્યવાહી કરાતા ઉપરોક્ત વિગતો બહાર આવવા પામી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:42 pm IST)
  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST

  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST

  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST