Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

''એશિઅન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિએશન (AAHOA)'': ૧૮૫૦૦ હોટેલ માલિકોની મેમ્બરશીપ ધરાવતા વિશ્વના સૌથી મોટા હોટેલ માલિકોના એશોશિએશનના ચેરપર્સન તરીકે ઇન્ડિયન અમેરિકન સુશ્રી જાગૃતિ પાનવાલાની પસંદગી

સાન ડિએગોઃ વિશ્વના સૌથી મોટા એવા હોટેલ માલિકોના એશોશિએશન ''એશિઅન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિએનશ (AAHOA)ના નવ નિયુકત ચેરવુમન તરીકે પેન્સિલવેનિઆ ખાતેના હોટેલિયર સુશ્રી જાગૃતિ પાનવાલાની પસંદગી થઇ છે.

સાન ડિએગો કન્વેન્શન સેન્ટર ખાતે ૨૦૧૯ની સાલના અધિવેશન તથા ટ્રેડ શો દરમિયાન તેમની ઉપરોકત હોદા ઉપર પસંદગી કરાઇ છે. સુશ્રી જાગૃતિ આ એશોશિએશના ૩૦ વર્ષના કાર્યકામ દરમિયાન સૌપ્રથમ મહિલા ચેર પર્સન બન્યા છે.

૧૮ હજાર પાંચીસો જેટલા હોટેલ માલિકોની મેમ્બરશીપ ધરાવતા AAHOAના ચેરવુમન તરીકે પસંદ કરવા બદલ સુશ્રી જાગૃતિ પાનવાલાએ સહુનો આભાર માન્યો હતો. તથા સહુના સહકારથી શ્રેષ્ઠ કામગીરી દર્શાવવાનો કોલ આપ્યો હતો. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)
  • અમેરિકા સાથે વ્યાપાર વાતચીતનો દોર તૂટ્યો નથી પરંતુ સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં :ચીને કહ્યું કે વોશિંગટનમાં વ્યાપાર વાર્તામાં ચીન પોતાના સિદ્ધાંતોમાં રાહત નહિ આપે access_time 1:01 am IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST

  • છત્તીસગઢના સુકમામા નકલસીઓએ કર્યો એલઇડી બ્લાસ્ટ : દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ access_time 3:43 pm IST