Gujarati News

Gujarati News

News of Sunday, 6th May 2018

અમેરીકામાં ત્રીજી વખત ફેડરલ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ જોન ડી.બેટ્રસે ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલ્‍સ કે જે સમગ્ર અમેરીકામાં ડાકાના પ્રોગ્રામના નામે ઓળખાય છે તે અંગે પોતાનો વચગાળાનો મનાઇ હૂકમ આપતા તેનો અમલ ચાલુ રાખેલ છે અને ૯૦ દિવસ વહીવટી તંત્રના અધીકારીઓને ચોક્કસ પ્રકારના કારણો સહીત રજુઆત કરવા આદેશ આપ્‍યો અને તેમ કરવામાં જો તેઓ નિષ્‍ફળ જશે તો પછી નામદાર ન્‍યાયાધીશ વહીવટી હુકમને રદ કરી તેનો અમલ રાખેતા મુજબ પ્રસ્‍થાપીત કરશેઃ હવે દડો અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ટ ટ્રમ્‍પના ખોળામાં

( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) એપ્રીલ માસની ૨૪ તારીખને મંગળવારે ફેડરલ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ફોર ડીસ્‍ટ્રીકટ ઓફ કોલમ્‍બીયાના નામદાર ન્‍યાયધીશ જોન ડી બેટ્‍સે દીફર્ડ એકસન ફોર ચાઇલહૂડ એરાયલ્‍સના પ્રોગ્રામને રદ કરતો જે વહીવટી હૂકમ બહાર પાડેલ તે અંગે પોતાનો ચુકાદો જાહેર કરતા જમાવ્‍યુ હતુ કે અમેરીકાએ ડાકાના પ્રોગ્રામનો અમલ ચાલુ રાખવો જોઇએ અને તેની સાથે સાથે જે પણ નવીન અરજીઓ પણ આવે તેનો સ્‍વીકાર પણ કરવો જોઇએ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ એક વહીવટી હૂકમ અન્‍વયે આ પ્રોગ્રામને ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસથી રદ કરવાનો જે નિર્ણય કરેલ તે ન સમજી શકાય તેવી ધારણાઓ પર અવલ નિત હોવાનુ સ્‍પષ્‍ટ પણે દેખાઇ રહેલ છે અને આ સમગ્ર નિર્ણય મનસ્‍વી અને તરંગી ભૂમિકા પર કરેલ છે એવું તેમણે પોતાના ચુકાદામાં વધારામાં જણાવ્‍યુ હતુ.

નામદાર ન્‍યાયાધીશે પોતાના ચુકાદામાં વિશેષમાં જણાવ્‍યુ હતુ કે ડાકાના પ્રોગ્રામ જે છેલ્લા ઘણાં વર્ષોથી ચાલી આવેલ છે તે અત્‍યંત ગેરકાયદેસર છે એવુ ગણવામાં આવે છે તે લગભગ ન માની શકાય એવી ધારણા અવલંબિત છે અને તેની સાથે તેમણે અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્રના અધીકારીઓને એ પણ જણાવેલ છે કે આગામી ત્રણ મહિનાના સમયગાળા દરમ્‍યાન એટલે કે ૯૦ દિવસોની અંદર તેઓ રદ કરવા અંગેના ચોક્કસ કારણોની સમજ આપતી રજુઆત કરવાની રહેશે અને તેમ કરવામાં તેઓ નિષ્‍ફળ જશે તો પછી તમામ અરજીઓ તેણે સ્‍વીકારવાની રહેશે અને તેની સાથે સાથે નવા અરજદારો જો અરજી કરે તો તેઓની અરજી પણ વહીવટી તંત્રના અધીકારીઓએ સ્‍વિકારવાની રહેશેય

અમારા વાંચક વર્ગને અત્રેએ જણાવવા માંગીએ છીએ કે આ અગાઉ બુકલીન તેમજ સાનફાન્‍સીસ્‍કો શહેરમાં આવેલ ફેડરલ જજના નામદાર ન્‍યાયમૂર્તિઓએ પોતાના ડાકાના પ્રોગ્રામમાં રદ કરવા માટે વરણાળાનો મનાઇ હુકમ આપેલ છે અને તે કાયદાનો અમલ ચાલુ રહેશે અએવું સ્‍પષ્‍ટ પણે જણાવેલ છે અને કોર્ટ ઓફ કોલમ્‍બીયાના ફેડરલ જજ જોન ડી બેટેસે આપેલ છે.

અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા જયારે પ્રમુખ પદનો હોદ્દો સંભાળતા હતા ત્‍યારે તેમણે આ ડાકાના પ્રોગ્રામ શરૂ કર્યો હતો જે દ્વારા નાની વયની ઉમરે જે સંતાનો પોતાના પરિવારના સભ્‍યો સાથે અમેરીકામાં આવીને ગેરકાયદેસર રીતે વસેલા છે તેઓનો આ દેશમાંથી દેશ નિકાલ ન થાય તેવી જોગવાઇ આ પ્રોગ્રામમા કરાવી આવેલ છે અને તેની સાથે સાથે તેઓ અંગે કામ ચલાઉ રીતે કાયમી રહી શકે તથા વર્ક પરમીટ મેળવીને અત્રે જોબ પણ કરી શકે  એવી જોગવાઇ આ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવેલ છે પરંતુ અરજદારની ઉમર ૧૫ વર્ષની હોવી જોઇએ અને જો તેની અરજી મંજુર કરવામાં આવે તો તે બે વર્ષ સુધી અત્રે જોબ કરી શકે છે અને તે મુદત પુર્ણ થતા પહેલા તેણે વધારાની મુદત માટે અરજી કરવાની રહે છે.

આ પ્રોગ્રામનો લાભ લેનરા એક અંદાજ અનુસાર આઠ લાખ જેટલા નવ યુવાનો અને યુવતિઓ છે પરંતુ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસથી આ ડાકાના પ્રોગ્રામને રદ કરતો વહીવટી હૂકમ બહાર પાડેલ છે અને તેથી હાલમાં તમામ લોકો કે જેમણે આ પ્રોગ્રામનો લાભ લીધેલ છે તે સેવ૪ લોકોનુ ભાવી હાલમાં અધ્‍ધરતાલ ભરી પરિસ્‍થિતિમાં છે

આ અંગે વિશેષમાં જાણવા મળે છે તેમ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ ગયા ફેબ્રુઆરી માસ દરમ્‍યાન સુપ્રીમ કોર્ટમાં એક રીવીઝન અરજી કરેલ અને તેમાં આ સમગ્ર કેસનો ઝડપથી નિકાલ લાવવા વિનંતી કરી હતી પરંતુ આ કોર્ટના ન્‍યાયાધીશોએ તે અરજી માન્‍ય રાખી ન હતી અને નીચલી કોર્ટનો ચુકાદો ન આવે ત્‍યાં સુધી રાહ જોવા માટે સ્‍પષ્‍ટ પણે જણાવ્‍યુ હતુ પરંતુ વહીવટી તંત્રના અધીકારીઓએ આ પ્રોગ્રામની કાયદેસરતા અંગે છેવટ સુધી લંડી લેવાનો નિર્ધાર જાહેર કરેલ છ

ફેડરલ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ જોન બેટ્‍એ જે રૂલીંગ હાલમાં આપેલ છે તેને ઇમીગ્રેશનના નિષ્‍ણાતો તથા તેના અભ્‍યાસીઓએ આવકાર આપેલ છે તેમ છતાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના અધીકારીઓ આ અંગે કદાચ બીજો માર્ગ પણ અત્‍યાચાર કરે અને આવા નવ યુવાનો તથા યુવતિઓને વીણીવીણીને દેશ નિકાલ પણ કરે એવો હાલમાં સતત પ્રમણમાં ભય સેવાઇ રહેલ છે પરંતુ એક અંદાજ અનુસાર આવુ આકરૂં પગલુ ભરતા વહીવટી તંત્રના અધીકારીઓ સો વખત વિચાર કરશે કારણ કે આ વર્ષ અએ મધ્‍યવર્તી ચુંટણીનુ વર્ષ છે અને રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારો માટે એક જોખમ ભર્યુ વર્ષ છે

કેલીફોર્નિયા રાજયના સાનફ્રાન્‍સીસ્‍કો શહેરમાં આવેલ ફેડરલ ડીસ્‍ટ્રીકટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ વિલીયમ અલસપે પોતાના એક ચુકાદામાં જણાવ્‍યુ હતુ કે જે લોકોએ આ પ્રોગ્રામનો લાભ લીધો હોય તેઓને પોતાની અરજી રીન્‍યુ કરવા દેવી અને ડીપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સીકયોરીના ભૂતપૂર્વ સેક્રેટરી જેનેટ નેપોલીટને અપીલ્‍સ કોર્ટમાં યુનીવરસીટી ઓફ કેલીફોર્નિયાના સહયોગથી અપીલ નોંધાવી હતી અને તે અંગે નામદરા ન્‍યાયાધીશે વચગાળાનો મનાઇ હૂકમ આપી તે મુજબનો આદેશ કર્યો હતો ત્‍યાર બાદ બ્રુકલીન શહેરમાં આવેલ અપીલ્‍સ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ નિકોલસ ગરૂફીસે પણ આ વહીવટી હૂકમનો અમલ ન કરવા હૂકમ બહાર  પાડયો હતો અને તમાં ૧૫ જેટલા રાજયો તથા સહાનુભૂતિ ધરાવનારાઓ વિશાળ સંખ્‍યામાં જોડાયેલા છે.

નેવું દિવસની અંદર અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્રના અધીકારીઓ વહીવટી હૂકમ અંગે જો  ચોક્કસ પ્રમાણમાં તેની ગેરકાયદેસરતા અંગે સ્‍પષ્‍ટતા ન કરે તો પછી આ વહીવટી હૂકમ રદ કરવામાં આવશે.

આ અંગે હવે અપીલ્‍સ કોર્ટના ન્‍યાયાધીશો કેવા પ્રકારનું વલણ અખત્‍યાર કરે છે તે તરફ સૌ પ્રજાજનોનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલુ જોવા મળે છે અને તેના ચુકાદા સુધી આપણે સૌ થોભીએ અને રાહ જોઇએ.

(1:08 am IST)