Gujarati News

Gujarati News

News of Sunday, 6th May 2018

''સુંદરકાંડ પાઠ'' અમેરિકાના મેરીલેન્ડમાં આવેલા મંગલ મંદિરમાં આજ ૫ મે, ૨૦૧૮ શનિવારના રોજ પૂ. ગુરૂજી અશ્વિનભાઇ પાઠકના મધુર કંઠે સાંભળવાનો લહાવોઃ આગામી ૧૯ મે થી ૨૬ મે ૨૦૧૮ દરમિયાન ભાગવત કથાઃ મંદિરની રજત જયંતિ પ્રસંગે આગામી ૨ જુનથી ૧૬ જુન દરમિયાન ધ્વજારોહણ, કાર્નિવલ, સમૂહ સત્યનારાયણ કથા, યજ્ઞ સહિતના આયોજનો

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે આજ ૫ મે, ૨૦૧૮, શનિવારના રોજ સાંજે પ.૩૦ થી ૭.૩૦ કલાક દરમિયાન પ.પૂ. ગુરૂજી શ્રી અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાંત આગામી ૧૯ મે થી ૨૬ મે ૨૦૧૮ દરમિયાન સ્વામી નલિનાનંદગિરિજીના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન કરાયું છે તથા પૂ. કૃષ્ણદત્ત શાસ્ત્રીના વ્યાસાસને યોજાનારી કથાની વિગત ટૂંક સમયમાં જાહેર કરાશે.

મંદિરના ૨પ વર્ષની ઉજવણી નિમિતે આગામી ૨ જુન ૨૦૧૮ના રોજ કેસર સ્નાન, ધ્વજારોહણ ભજન, આરતી તથા લંચ, ૩ જુનના રોજ ભવ્ય કાર્નિવલ, ૯ જુનના રોજ રેઇન ડેઇટ ફોર કાર્નિવલ તથા સમૂહ સત્યનારાયણ કથા સહિતના પ્રોગ્રામો તથા ૧૦ જુનના રોજ યજ્ઞનું આયોજન કરાયું છે. ૧૬ જુનના રોજ 'રાધેશ્યામને સથવારે-જયશ્રી કૃષ્ણ' મ્યુઝીકલનું આયોજન છે જેની વિગત ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.

મંદિરની રજત જયંતિની ઉજવણી પ્રસંગે સોવેનિઅર પ્રસિદ્ધ કરાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:35 pm IST)