Gujarati News

Gujarati News

News of Sunday, 6th May 2018

જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાતઃ ‘ફ્રેન્ડસ ઓફ ગુજરાત (FOG)’: કેનેડામાં વસતા ગુજરાતીઓના પ્રશ્નોને વાચા આપતું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ સતત બીજા વર્ષે ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણી કરી

'ફ્રેંડ્સ ઓફ ગુજરાત' ( FOG ), કેનાડા, જે કે નોન પ્રોફિટ ઓર્ગનાઈઝશન છે, ના ત્રણ યુવા કૅનેડિયન ગુજરાતી મિત્રો અખિલ શાહ , ભાવિક પરીખ અને ધર્મેશ અમીન ના અથાગ પ્રયાસ અને માર્ગદર્શન હેઠળ  સતત બીજા વર્ષે કેનાડા માં બ્રામ્પ્ટન સિટી હોલ ખાતે, બ્રામ્પ્ટન ના માનનીય મેયર લિન્ડા જેફ્રી ( Mayor Linda Jeffery) ની અધ્યક્ષતા માં 1 લી મેં ને 'ગુજરાત સ્થાપના દિન' ની ઉજવણી કરવામાં આવી. જેમાં કે રિજનલ કોઉન્સલર માર્ટિન મેડેરૉસ ( Martin Medeiros),  ગુરુપ્રીતસિંગ ધિલોન ( Gurpreet singh Dhilon) વિગેરે અને TORONTO, ONTARIO ના ગણમાન્ય ગુજરાતી નાગરિકો પણ  મોટી સંખ્યા માં હાજરી આપી હતી

સર્વપ્રથમ હોલ ની બહાર ના મેદાન માં ભારત નો ધ્વજ મેયર અને ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા ફરકાવામાં આવ્યો।  ત્યાર પછી, હોલ માં આવીને કેનેડા અને ભારત ના રાષ્ટ્રગાન ની ધૂન તબલા અને બાંસુરી પર  વગાડવામાં આવી, જેમાં સર્વે અતિથિ અને આવેલ મહેમાનો પણ પોતાનો સુર પુરાવ્યો, ઝણકાર ગ્રુપ અને મુદ્રા ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમ - જેમાં ડાન્સ, ગરબા , ભવાઈ અને પ્રશ્નોત્તરી પીરસી ને હાજર રહેલાઓ ને મનોરંજન પીરસવામાં આવ્યું - જેનો સૌએ આનંદ લીધો

FOG ના પ્રમુખ અખિલ શાહ  અને બ્રામ્પ્ટન મેયર Linda Jeffry ના પ્રવચનો થયા., ઉપ પ્રમુખ ધર્મેશ અમીન દ્વારા સંસ્થા ની પ્રવૃત્તિઓ વિષે જાણકારી આપવામાં આવી. રિજનલ કોન્સલર Martin Medeiros દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી કે આવનારા દિવસો માં "સત્તાવાર ગુજરાત સમુદાય કેન્દ્ર" (Gujarat Community Centre) સ્થાપિત કરવામાં પુરેપુરી મદદ કરવામાં આવશે,  

સંસ્થા તરફથી મોમેન્ટો અને સર્ટિફિકેટ પ્રદાન કરવામાં આવ્યા - જેમાં શ્રી રમેશ ચોટાઇ ને Life time achievement  award ;  શ્રીમતિ વીણા भूदेव ને Women who inspire; શ્રી વિપુલ પટેલ ને 

Entrepreneur Award તેમજ શ્રી સહિલ ભાગાર અને ટ્વિંકલ મેહતા ને Young achievers awards  મુખ્ય હતા. સાથે સાથે દરેક જેને ક્લચર પ્રોગ્રામ માં ભાગ લીધેલ દરેક ને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાટ્રેઝરર ભાવિક પરીખ દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યોસાથે છેલ્લે સુરતી ફરસાણ અને જલસા ફૂડ્સ દ્વારા પીરસેલ વાનગી નો સૌએ આનંદ લીધોઅને કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી જૈમિન દ્વારા કરવામાં આવ્યું

'ફ્રેંડ્સ ઓફ ગુજરાત' ( FOG ), એક નોન પ્રોફિટ ઓર્ગનાઈઝશન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કેનાડા માં વસતા ગુજરાત ના મિત્રો , જે કે વ્યક્તિગત રીતે ખુબ સફળ થાય છે, તેમ છતાં રાજકીય, આર્થિક, સામાજિક, વૈધાનિક અને ન્યાયિક વર્તુળો માં તેમનો અવાજ ખૂટે છે, તેને વેગ આપવાનું છે અને તે આજે દરેક ક્ષેત્ર માં હરણફાલ ભરી રહ્યું છે.

 

(12:44 pm IST)