Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

બ્રિટીશરોએ હિન્દુ મુસ્લિમો વચ્ચે ભાગલા પડાવ્યાઃ અમેરિકામાં યોજાઇ ગયેલા ''અફઘાનિસ્તાન પીસ એન્ડ ફ્રેન્ડશીપ પ્રોગ્રામમાં ર્ડા. અબ્દુલ કયામ કોચાઇનું ઉદબોધન

વોશીંગ્ટનઃ  ફાઉન્ડેશન  ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયેસ્પોર સ્ટડીઝ ના ઉપક્રમે ૧૦ માર્ચ ર૦૧૯  ના રોજ ઇન્ડિયા અફઘાનિસ્તાન પીસ એન્ડ ફ્રેન્ડશીપ ઇનિશીએટીવ પ્રોગ્રામ યોજાઇ ગયો.

આ પ્રોગ્રામમાં  લીગ ફોર એજયુકેશન એન્ડ અફઘાનિસ્તાન ડેવલપમેન્ટ, આર્ટ ઓફ લીવીંગ, અફઘાન કેર, ઇન્ડો અમેરિકન, અફઘાન અમેરિકન કોમ્યુનીટીના પ્રતિનિધીઓ ઉપરાંત ડીપ્લોમેટસ પોલીસ એકસપર્ટસ, કોમ્યુનીટી લીડર્સ તેમજ પોલિીકલ એનાલીસ્ટ સહિતનાઓએ હાજરી આપી હતી. તથા મુખ્ય વકતા તરીકે રશિયા પાસેના અફઘાનિસ્તાનના પૂર્વ એમ્બેસેડર ડો. અબ્દુલ કયામ કોચાઇએ ઉદબોધન કર્યુ હતુ. તથા બ્રિટીશરોએ હિન્દુ મુસ્લિમો વચ્ચે ભાગલા પડાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યુ હતુ કે અફઘાનિસ્તાનને ભારતના ભાગલા મંજુર નહોતા. કારણ કે આનાથી આતંકવાદને પ્રોત્સાહન મળ્યુ છે.

(10:03 pm IST)