Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમેરિકાથી ગુજરાત આવેલા NRI ને સુરતમાં કાર અકસ્માત : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

સુરત : અમેરિકાથી ગુજરાત આવેલા તથા પોતાના મિત્રને ત્યાં સુરત જઈ અમદાવાદ પરત ફરી રહેલા  NRI  કિરીટભાઈ વિરજીભાઈ ગણાત્રા(ઉ.વ.55)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયા હતા. હાલત નાજૂક જણાતા સિવિલ બાદ કિરીટભાઈને વધુ સારવાર અર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ  વહેલી સવારે 4.35 વાગ્યાની આસપાસ અમદાવાદ જવા પરત ફરી રહેલા શ્રી કિરીટભાઈની કારને એક ટ્રકે  અડફેટે લીધી હતી. ટ્રકની જોરદાર ટક્કરથી કાર સર્કલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને સર્કલની દિવાલ તોડી અંદર ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં કારનું એન્જિન પણ બહાર આવી ગયું હતું.પોલીસ તપાસ ચાલુ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:03 pm IST)