Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

યુ.એસ.ના વ્હાઇટ હાઉસ ફેલો તરીકે ઇન્ડિયન અમેરિકન ડો.અમિત સચદેવની પસંદગી

ન્યુયોર્કઃ અમેરિકામાં વ્હાઇટ હાઉસે ૨૮ ઓકટો.ના રોજ ૨૦૧૯-૨૦૨૦ની સાલ માટે જાહેર કરેલી ફેલોની યાદીમાં ઇન્ડિયન અમેરિકન ફીઝીશીઅન શ્રી અમિત સચદેવનો સમાવેશ કરાયો છે.

જુદી જુદી કોમ્યુનીટીમાંથી જુદા જુદા ક્ષેત્રે પબ્લીક સર્વિસ માટે પસંદ કરતા વ્યાવસાયિકોને વ્હાઇટ હાઉસ ફેલોશીપ માટે માન્યતા આપે છે. જે અંતર્ગત ડો.સચદેવને ન્યુયોર્કના ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હયુમન સર્વિસ માટે પસંદ કરાયા છે.

ડો.સચદેવ ગેસ્ટ્રોલોજીસ્ટ છે. તથા તેમણે બર્મિગહામ તથા વીમેન્સ હોસ્પિટલ અને હાર્વર્ડ મેડીકલ સ્કૂલમાં ટ્રેનીંગ લીધેલી છે. તેઓ મેદસ્વીતા દૂર કરવાના નિષ્ણાંતઙ્ગગણાય છે તેમણે જુદી જુદી હોસ્પિટલોમાં સેવાઓ આપેલી છે તથા ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી મેડીકલ મેળવેલી છે.

(7:44 pm IST)
  • સુરતમાં ધોધમાર વરસાદ: સુરતમાં અત્યારે રાત્રે આઠ વાગે ડુમ્મસ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યાંનું સુરતથી કુશલ ઠક્કર જણાવે છે access_time 8:31 pm IST

  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST