Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અમેરિકાના વહીવટી તંત્ર દ્વારા ઇમીગ્રન્ટસ વિરૂધ્ધ ફેલાવાતી નફરત સામે અવાજ ઉઠાવોઃ DACA તથા TPSમાં ફેરફારો કરી ઇમીગ્રેન્ટસની હકાલપટ્ટી કરવાની સરકારની મુરાદ સામે સંગઠિત તઇ લડત આપોઃ ભારતીય મૂળના સૌપ્રથમ મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસનું કોમ્યુનીટી અગ્રણીઓને એલાન

વોશીંગ્ટનઃ અમેરિકાના સૌપ્રથમ ભારતીય મૂળના મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસએ તાજેતરમાં ૨૦૦ જેટલા ઇન્ડિયન અમેરિકન રાજકિય ઉમેદવારો, ચૂંટાયેલા અધિકારીઓ, ડોનર્સ, કોમ્યુનીટી લીડર્સ સહિતના અગ્રણીઓને સંગઠિત થઇ સરકાર સામે લડત આપવાનું એલાન કર્યુ છે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ઇમીગ્રન્ટસનો દેશ છે. જે માત્ર અમેરિકન પ્રજાનો છે તેવી વિચારધારાના કેલાવા થકી ઇમીગ્રન્ટસ સાથે આચરાતા હેટક્રાઇમ્સ, તથા તેમને કરાતા અન્યાય વિરૂધ્ધ સહુએ એક થઇ અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે તથા સત્ય બોલી નફરત તથા ધર્માધતા સામે અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે.

તેમણે ઉમેર્યુ હતુ કે વહીવંટી તંત્ર દ્વારા DACA તથા TPS માં ફેરફારો કરી ઇમીગ્રન્ટસની હકાલપટ્ટી કરવાની શરૂ કરાયેલી વેતરણ વિરૂધ્ધ આંદોલન કરવું જરૂરી છે. આ દેશ શરૂઆતથી જ ઇમીગ્રેન્ટસ દ્વારા વસાવાયો છે જેમણે અમેરિકાના અર્થતંત્રના વિકાસમાં જબ્અર યોગદાન આપ્યું છે તેથી ઇન્ડિયન અમરિકન અગ્રણીઓએ રાજકિય ક્ષેત્રે નેતૃત્વ વધારવા સંગઠિથ થવું જરૂરી છે. તો જ ઇમીગ્રન્ટસના હકકોનું રક્ષણ થઇ શકશે.

(9:32 pm IST)
  • તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશ પર મુકવામાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બે ચહેરાવાળા પુતળાને લઈને ભારે વિવાદ થયો છે. આ પુતળું "મોહન થી મહાત્મા" ની સફરને ઉજાગર કરે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઇકમિશનરે પુતળાનેને અજાયબી ગણાવી છે, તો બીજી બાજુ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ટ્વિટ દ્વારા રોષ ઠાલવ્યો હતો કે "બે ચહેરાઓ, નોનસેન્સ! તોડી નાખવું જોઇએ." access_time 10:47 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST