News of Saturday, 9th June 2018

કેરળના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપનાર દુબઇના NRI ને નોકરીમાંથી પાણીચું : ફેસબુક મીડિયાના માધ્યમથી શરાબના નશામાં આવું કૃત્ય કર્યાની કબૂલાત સાથે માફી માંગી

દુબઇ : કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયનને ફેસબુક વીડિયો માધ્યમ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપનાર દુબઇ સ્થિત ભારતીય મૂળના કર્મચારી કૃષ્ણકુમાર એસ.એન.નાયરને તેની કંપનીના માલિકોએ નોકરીમાંથી પાણીચું પકડાવી દીધુ છે.

દુબઇની એક કન્સ્ટ્રકશન કંપનીમાં સિનીયર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા કૃષ્ણકુમારે ૪ મિનીટના વીડિયોમાં પોતે RSS નો પૂર્વ સમર્થક હોવાનું જણાવી, નોકરીમાંથી રાજીનામું દઇ, ત્રણ દિવસમાં કેરળ આવી, ત્યાં બે દિવસ રોકાઇને મુખ્યમંત્રીની હત્યા કરીશ તેવી ધમકી ફેસબુકના માધ્યમ દ્વારા આપતા કંપનીના માલિકોએ તેને નોકરીમાંથી છુટો કરી દેતા તેણે માફી માંગી હતી. તથા શરાબના નશામાં આવુ કર્યાની કબુલાત કરી કેરળના મુખ્યમંત્રી, તથા નેતાઓ, તેમજ પ્રજ્જનોની માફી માંગી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST