Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

યુ.એસ.ના કેલિફોર્નિયામાં રિપબ્‍લીકન સેનેટ મેમ્‍બર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન ઉદ્યોગપતિ શ્રી અરૂણ ભૂમિત્રાઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ‘‘મેઇક અમેરિકા ગ્રેટ'' સૂત્રને સાર્થક કરવાની નેમ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયાના સેનેટ મેમ્‍બર તરીકે ઇન્‍ડિયન અમેરિકન ઉદ્યોગપતિ ૬૮ વર્ષીય શ્રી અરૂણ ભૂમિત્રાએ ઉમેદવારી નોંધાવી છે.

રિપબ્‍લીકન તરીકે ઉમેદવારી નોંધાવનાર શ્રી ભૂમિત્રા ૧૯૯૨ની સાલથી ચૂંટાઇ આવતતા વર્તમાન ડેમોક્રેટ સેનેટ મેમ્‍બરનો મુકાબલો કરશે જો કે તેઓ પોતે પણ આ અગાઉ ડેમોક્રેટ તરીકે કાર્યરત હતા.

પરંતુ વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ચૂંટણી કમ્‍પેન વખતે તેઓ રિપબલીકન પાર્ટીમાં જોડાઇ ગયા હતા. તેઓ ટ્રમ્‍પના ‘‘મેઇક અમેરિકા ગ્રેટ' સૂત્ર સાથે સંમત છે તેમજ કેલિફોર્નિયામાં વ્‍યાવસાયિ વૃધ્‍ધિ,રોજગારીનું પ્રમાણ વધારવું તેમજ એક્ષ્પોર્ટને પ્રોત્‍સાહન આપી મહિલાઓને સમાનતા આપવા તથા ગન કન્‍ટ્રોલની હિમાયત સાથે ચૂંટણી લડી રહ્યા છે પ્રાઇમરી ચંૂટણી પાંચ જુન ૨૦૧૮ના રોજ છે

તેઓ સેલફોન કંપની અર્જય ટેલિકોમના ceo છે. જેના અમેરિકામાં ૨૦૦ સ્‍ટોર છે. જેમાં ૫૦૦ જેટલા કર્મચારીઓ છે.

(9:39 pm IST)