Gujarati News

Gujarati News

News of Sunday, 7th January 2018

સગીર યુવતિઓની સારવાર દરમિયાન શારિરીક અડપલા કર્યાઃ યુ.એસ.માં ઓહિયો સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ડો.અરૂણ અગરવાલને ૧૦ માસની જેલઃ સજા પૂર્ણ થયે દેશનિકાલ કરાશે

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં ઓહિયો સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ૪૦ વર્ષીય ડો.અરૂણ અગરવાલને સગીર યુવતિઓ સાથે અડપલા કરવાના આરોપસર ૧૦ માસની જેલસજા થઇ છે. જે પૂર્ણ થયે તેને દેશ નિકાલ કરાશે.

ઓહિયોની ડેટોઇન ચિલ્‍ડ્રન હોસ્‍પિટલમાં નોકરી દરમિયાન ૨૦૧૩ તથા ૨૦૧૫ની સાલમાં તેણે સારવાર માટે આવતી સગીર યુવતિઓ સાથે શારિરીક અડપલા કર્યાના આરોપ હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:53 pm IST)