Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

યુ.એસ.માં કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન બિઝનેસ વુમનને ૧ વર્ષ ઉપરાંતની જેલઃ ૨૦૧૦ થી ૨૦૧૩ની સાલ દરમિયાન બનાવટી ડોકયુમેન્‍ટસના આધારે ૨૫ લોકોને H-1B વીઝા અપાવવાનો ફ્રોડ કર્યાનો આરોપ પૂરવાર

કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન બિઝનેસ વુમન ૫૦ વર્ષીય શ્રીદેવી ઐયાસ્‍વામીને વીઝા ફ્રોડ આચરવા બદલ ૧ વર્ષ ઉપરાંતની જેલસજા થઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સાન જોસ ખઆતે રહેતી આ મહિલાએ એપ્રિલ ૨૦૧૦ થી જુન ૨૦૧૩ દરમિયાન બનાવટી દસ્‍તાવેજોના આધારે ૨૫ લોકોને H-1B વીઝા અપાવવાનો પ્રયત્‍ન કર્યો હતો. પરિણામે તેને ઉપરોક્‍ત સજા ઉપરાંત ૧૦ હજાર ડોલરનો દંડ તથા ૩ વર્ષ માટે નિગેહબાની હેઠળ રખાશે તેવો નોર્ધન ડીસ્‍ટ્રીકટ કેલિફોર્નિયા જજએ હુકમ કર્યો હતો.

(8:52 pm IST)