Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

‘‘વ્‍હુ વોન્‍ટસ ટુ બી એ મેથેમેટીસીઅન'': અમેરિકન મેથેમેટીકસ સોસાયટીના ઉપક્રમે યોજાનારી સ્‍પર્ધામાં ભાગ લેવા પસંદ કરાયેલા ૧૨ વિદ્યાર્થીઓમાં ૨ ઇન્‍ડિયન અમેરિકન

કેલિફોર્નિયાઃ ‘‘વ્‍હુ વોન્‍ટસ ટુ બીએ મેથેમેટીસીસન'' યુ.એસ.માં અમેરિકન મેથેમેટીકસ સોસાયટીના ઉપક્રમે યોજાયેલી સ્‍પર્ધામાં ભાગ લેવા માટે ૧૨ વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે. જેમાં હાઇસ્‍કુલમાં અભ્‍યાસ કરતા ભારતીય મૂળના ૨ વિદ્યાર્થીઓ સાકેથ વેદાંતમ તથા વિજ્ઞેશ રાજમોહનનો સમાવેશ થયો છે.

પસંદ કરાયેલા ૧૨ વિદ્યાર્થીઓમાં ૧ કેનેડા તથા ૧ યુ.કે.નો વિદ્યાર્થી છે. વિજેતા વિદ્યાર્થીને ૧૦ હજાર ડોલરનું ગ્રાન્‍ડ પ્રાઇઝ અપાશે તથા તેને અને તેનીસ્‍કૂલને પાંચ હજાર ડોલર અપાશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦૧૬ની સાલમાં ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થી આંકત ભટ્ટાચાર્ય પ્રથમ વિજેતા થયો હતો.

 

(8:51 pm IST)