Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

યુ.એસ.ની જયોર્જ વોશીંગ્‍ટન યુનિવર્સિટીના ઇન્‍ડિયન અમેરિકન સંશોધક શ્રી રાજીવ રિમલની ટીમને ૪ મિલીયન ડોલરની ગ્રાન્‍ટઃ ભારતના પ્રજાજનોમાં વિશેષ જોવા મળતી લોહતત્‍વની ઊણય અંગે સંશોધન કરવા બિલ એન્‍ડ મેલિન્‍ડા ગેટસ ફાઉનડેશન દ્વારા ગ્રાન્‍ટ મંજુર

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં જયોર્જ વોશીંગ્‍ટન યુનિવર્સિટીની મિલ્‍કેન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ પબ્‍લીક હેલ્‍થના ઇન્‍ડિયન અમેરિકન સંશોધક શ્રી રાજીવ રિમલના નેતૃત્‍વ હેઠળની ટીમને ૪ મિલીયન ડોલની ગ્રાન્‍ટ મંજુર થઇ છે.

ભારતના પ્રજાજનોમાં જોવા મળતી લોહતત્‍વની ઊણય અંગ સંશોધન કરવા માટે બિલ એન્‍ડ મેલિન્‍ડા ગેટસ ફાઉન્‍ડેશન દ્વાા આ ગ્રાન્‍ટ મંજુર કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્‍ડ હેલ્‍થ ઓર્કોનાઇઝેશનના અહેવાલમાં જણાવાયા મુજબ વિશ્વમાં ૨ અબજ જેટલા લોકો લોહતત્‍વની ઊણયના કારણે રોગોનો ભોગ બને છે. જેમાં અડધા ઉપરાંત મહિલાઓ તથા બાળકો હોય છે. ભારતમાં વિશેષ પ્રમાણમાં જોવા મળતા આવાલોકો અંગે સંશોધન તથા નિરાકરણ માટે ઉપરોક્‍ત ગ્રાન્‍ટ મંજુર થઇ છે.

(8:44 pm IST)