Gujarati News

Gujarati News

News of Sunday, 7th January 2018

પ્‍લેનમાં મુસાફરી વખતે બાજુમાં બેઠેલી યુવતિના શર્ટ અને પેન્‍ટના બટન ખોલી નાખી પેન્‍ટમાં હાથ નાખી દીધોઃ સફાળી જાગી ઉઠેલી યુવતિએ ફરિયાદ નોંધાવતા ભારતીય મૂળના ૩૪ વર્ષીય પ્રભુ રામામૂર્થીની ધરપકડઃ અમેરિકામાં લાસ વેગાસથી ડેટ્રોઇટ જઇ રહેલા પ્‍લેનમાં ૩ જાન્‍યુ.૨૦૧૮ના રોજ બનેલો બનાવ

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં લાસ વેગાસથી ડેટ્રોઇટ જતા પ્‍લેનમાં બાજુની સીટમાં બેઠેલી ૨૨ વર્ષીય યુવતિ સાથે અશ્‍લીલ હરક્‍ત કરવા બદલ ભારતીય મૂળના ૩૪ વર્ષીય પ્રભુ રામામૂર્થીની ધરપકડ થઇ છે

વિન્‍ડો સીટ ઉપર બેઠેલી યુવતિએ ફરિયાદ કર્યા મુજબ બાજુમાં બેઠેલા માણસે તેના શર્ટ તથા પેન્‍ટના બટણ ખુલ્લા કરી નાખેલા હતા તથા તેનો હાથ પેન્‍ટમાં નાખેલો હતો. જે અચાનક પોતે જાગી જતા જણાયું હતું.

જો કે આરોપીએ કરેલા બચાવ મુજબ તેણે દવાની ટિકડી ખાધી હતી તેથી તે શું કરી રહ્યો છે તેનું કોઇ ભાન નહોતુ તેનો કોઇ બદઇરાદો નહોતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)