Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

અમેરીકાની જયોર્જીયા લોટરીએ બખેડો શરૂ કરતા ભારે ધુંધવાટ.

ઇનામના હકદારો લુંટાયાનું અનુભવી વિમાસણમાં : જયોર્જીયાનો વાર્ષિક ૬૭.૫ ડોલરનો કારોબાર : ભોગ બનનારાઓમાં મોટાભાગના ભારતના ગુજરાતી પટેલો : ગવર્નનરને ફરીયાદ

જયોર્જીયા : સ્ક્રેચ કરો અને ઇનામ મેળવો... અમેરિકાના જયોર્જીયામાં ૧૯૯૨ની સાલથી શરૂ થયેલી તથા હાલમાં ૧૦૦ જેટલી સ્ક્રેચ ગેઇમ્સ ધરાવતી અને વાર્ષિક ૬૭.૫ બિલીયન ડોલરનું વેચાણ ધરાવતી ૧૨૦૦ જેટલા રીટેઇલ વેચાણ કેન્દ્રો ધરાવતી જયોર્જીયા લોટરી, ઇન્ડિયન અમેરિકનો તથા હિન્દુઓને મળવાપાત્ર ઇનામો દેવામાં બખાડા કરતી હોવાનું સ્થાનિક સમાચાર પત્રોમાં ૨૦ ડિસેં. પ્રસિધ્ધ થતા દેકારો બોલી ગયો છે.

 

માથા સાટે માલની જેમ નાણાં ખર્ચી સ્ક્રેચ કરી ઇનામ જીતવા છતાં તે દેવાનો ઇન્કાર થતો હોવાની મોટા પાયે ફરિયાદો આવતા તેના પડઘા સ્થાનિક સમાચાર પત્રમાં જોવા મળ્યા છે.

 

જેઓને ઇનામ આપવાનો ઇન્કાર કરાય છે તેમાં મોટા ભાગના એટલે કેે ૨૩ ટકા હિસ્સો હિન્દુ પટેલોનો છે. આ પટેલો ભારતના ગુજરાતના વતનીઓ છે. જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ છે.

આથી યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ શ્રી રાજન ઝેડએ જયોર્જીયા ગવર્નર નાથનને આ બાબતે તપાસ કરવા અરજ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજવુ જોઇએ. અમે ખોટી માંગણી કરવામાં માનતા નથી. પરંતુ સાચી વાતનો સ્વીકાર કરાવવામાં પણ પાછા પડતા નથી. તેથી આ બાબતે સંચાલકોની દાનત તથા ઇનામો આપવામાં કરાતી દાંડાઇ વિરૂધ્ધ નિષ્પક્ષી તપાસ થવી જોઇએ. તેવું શ્રી રાજન ઝેડની યાદી જણાવે છે. (૧૬.૨)

(12:11 pm IST)