Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

‘‘સાહિત્‍ય સંસદ USA ’’ : શુદ્ધ સાહિત્‍યની ઉપાસનાના શુભાષય સાથે અમેરિકાના ન્‍યુજર્સીમાં સ્‍થાયેલી સંસદની પ્રથમ બેઠક સંપન્‍ન : અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા શ્રી રાહુલ શુકલઅે તેમની લઘુનવલ ‘‘દુર્વાષા પ્રોસીજર’’નું પઠન કર્યુ

અમેરિકાના ન્યૂજર્સી ખાતે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે શુદ્ધ સાહિત્યની ઉપાસનાના શુભાશય સાથેસ્થાપિત “સાહિત્ય સંસદ યુએસએ”ની પ્રથમ બેઠક તાજેતરમાં ફિલાડેલ્ફીયા ખાતે મહામંત્રી સુશ્રી સુચિબહેનના નિવાસસ્થાને મળી હતી.

બેઠકના પ્રારંભે સાહિત્ય સંસદના મહામંત્રી શ્રી નંદિતા ઠાકોરે સૌનો શાબ્દિક આવકાર કર્યો હતો અને અન્ય મહામંત્રી શ્રી સુચિબહેન વ્યાસે પ્રથમ બેઠકના અતિથી વક્તા શ્રી રાહુલ શુક્લનો સૌને પરિચય કરાવ્યો હતો.

શુદ્ધસાહિત્યની ઉપાસના કરતી અને સાહિત્ય સેવાની અત્યંત ઉજ્વળ પરમ્પરાને અનુસરતી  સાહિત્યસંસદ, સર્જકોને ઉજમાળ વાસદૈવ કાર્યશીલરહી છે. ગુજરાતી ડાયસ્પોરાના સશક્ત ગુજરાતી વાર્તાકાર શ્રી રાહુલ શુક્લએ સાહિત્યસંસદનીઆપ્રથમસભાનાઅતિથીસર્જક-વક્તા તરીકે ઉપસ્થિત રહી એમની લઘુનવલ “દુર્વાસા પ્રોસીજર”નું પઠન કર્યું હતું. ૪૫ મીનીટની આ વાર્તાનાં વિષયવસ્તુ તરીકે શ્રી રાહુલ શુક્લએ કવિ કાલિદાસ રચિત મહાકાવ્ય શાકુન્તલમાં વર્ણવાયેલ પ્રસંગ કે જેમાં દુષ્યંત-શકુંતલાનો પ્રણય વૈફલ્ય અને એના માટે જવાબદાર સ્મૃતિભ્રંશ માટેપ્રયોજાયેલો શ્લોક પસંદ કર્યો છે.  એક મહત્વના પ્રસંગે  કલ્પના કરતા તરંગ વધુ હોવાનું પરંતુ તેમ છતાં એને ખૂબ સરસ રીતે ઘટનાઓમાં પરોવીને રસપ્રદ રીતે રજુ કરાયું છે. માનવમનમાં ઉપસ્થિત થતો અભાવ અને ભાવ બે કારણભૂત ઘટનાઓ છે સ્ત્રી-પુરુષ સંબંધમાં અને એની પ્રાપ્તિ અર્થે કે એ સંબંધની પૂર્તિ અર્થે પ્રયોજાતી યુક્તિ-પ્રયુક્તિઓ વાર્તામાં લેખકે સુપેરે પ્રયોજી છે.રાહુલભાઇની વાર્તાઓ માનવ મનનાં સંચલનોને સુક્ષ્મરૂપે સ્પર્શે છે. સાહિત્ય સંસદની આ બેઠકમાં ઉપસ્થિત ભાવકોએ વિષયવસ્તુ, રજૂઆત, ભાષાકર્મ વગેરે વિવિધ પાસાંઓ પર પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા. સભાના અંતે સાહિત્યસંસદ યુએસએના પ્રમુખ શ્રી વિજય ઠકકરના વિશેષ પ્રતિભાવ સાથે બેઠકનું સમાપન થયું હતું.

સાહિત્ય સંસદની આ પ્રથમ બેઠકમાં ન્યૂજર્સી, મેરીલેન્ડ અને ફિલાડેલ્ફીયાથી સાહિત્યરસિક ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. સભાના અંતે પરમ્પરા અનુસાર સૌ ભોજન લઈને છુટા પડ્યા હતા. તેવું સાહિત્‍ય સંસદ USA પ્રુમખ શ્રી વિજય ઠક્કરની યાદી જણાવે છે.                               

(9:53 pm IST)