Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમેરિકાની ''કોંગ્રેશ્નલ પ્રોગ્રેસિવ કોકસ''ના નવનિયુકત નેતા તરીકે ચૂંટાઇ આવતા સુશ્રી પ્રમિલા જયપાલ તથા શ્રી રો ખન્નાઃ કો-ચેર તરીકે સુશ્રી પ્રમિલા તથા વાઇસ ચેર તરીકે શ્રી ખન્નાની પસંદગી

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ તથા કોંગ્રેસમેન શ્રી રો ખન્નાને કોંગ્રેશ્નલ પ્રોગ્રેસિવ કોકસના નવ નિયુકત નેતા તરીકે ઘોષિત કરાયા છે. ઉપરાંત આ કોકસના કો-ચેર તરીકે પણ સુશ્રી પ્રમિલા ચૂંટાઇ આવ્યા છે તથા વાઇસ ચેર તરીકે શ્રી રો ખન્ના ચૂંટાઇ આવ્યા છે.

બંને આગેવાનોએ પોતાને સોંપાયેલી જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવવાનો કોલ આપ્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  

(8:54 pm IST)
  • કચ્છ : કંડલા પોર્ટથી ૧૦ માઈલ દૂર રી-શિપિંગનું ૧૫ નંબરનું બાર્જ નામનું જહાજ ડૂબ્યું :અન્ય જહાજ અને બાર્જની મદદથી તમામ ક્રુ-મેમ્બરને રેસ્ક્યુ કરીને બચાવાયા : બાર્જ અને ક્રુ-મેમ્બરોને કંડલા બંદર પર લવાયા access_time 4:28 pm IST

  • ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના વડા કેશુભાઈ પટેલને તાવ અને કફને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. access_time 10:15 pm IST

  • બ્રિટનમાં ગોરાની સરખામણીમાં અશ્વેત શિક્ષકોને ઓછો પગાર : BBC દ્વારા એક ભારતીય મૂળની શિક્ષિકાના અનુભવને આધારે પ્રસારિત થયેલા સમાચાર મુજબ ગોરા શિક્ષકોની સરખામણીમાં 26 ટકા ઓછો પગાર મળતો હોવાની રાવ access_time 12:40 pm IST