Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

કેનેડાની ભારતીયો માટે મોટી ભેટ :દર વર્ષે 5 લાખ ઇમિગ્રન્ટ્સને વિઝા મળશે :સૌથી વધુ ફાયદો ભારતીયો ખાસ કરીને પંજાબીઓને થશે :કર્મચારીઓની તંગી નિવારવાનો તથા આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાનો હેતુ

કેનેડા : કેનેડાએ ઇમિગ્રન્ટ્સ માટે મોટી ભેટની જાહેરાત કરી છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતીયો ખાસ કરીને પંજાબીઓને થશે. કેનેડાએ 2025 સુધીમાં દર વર્ષે 5 લાખ લોકોને દેશમાં લાવવાના લક્ષ્ય સાથે ઇમિગ્રન્ટ વિઝા સંખ્યામાં મોટા વધારાની જાહેરાત કરી છે.

ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે મંગળવારે જણાવ્યું હતું કે નવી યોજનામાં જરૂરી કામ કૌશલ્ય અને અનુભવ સાથે પરિવારના સભ્યો અને શરણાર્થીઓ તેમજ વધુ કાયમી રહેવાસીઓને સ્વીકારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ સરકારની યોજનાનું સ્વાગત કર્યું છે.

ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે મંગળવારે નવા લક્ષ્યોનું અનાવરણ કરતાં કહ્યું કે કેનેડાએ દેશમાં પ્રવેશતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો કરવા માટે નવી યોજના બહાર પાડી છે. કેનેડા કામ કરતા લોકોની અછતનો સામનો કરી રહ્યું છે અને તેથી 2025 સુધીમાં દર વર્ષે અડધા મિલિયન માઇગ્રન્ટ્સને પ્રવેશ આપવાનું લક્ષ્ય રાખે છે. વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીએ આ યોજનાને સ્વીકારી લીધી છે. ફ્રેઝરે કહ્યું, કેનેડામાં વધુ લોકોના આગમનથી અર્થતંત્રને ફાયદો થશે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(1:39 pm IST)