Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગનું સિંહાસન હચુડચુ ? : ભારતે સરહદ ઉપર અને આર્થિક મોરચે પ્રતિકાર કરતા ઝટકો : સમગ્ર વિશ્વમાં છબી ખરડાઈ : આર્થિક ફટકાઓથી મંદીની શરૂઆત : ખુદ પોતાની પાર્ટી ઉપરનો કંટ્રોલ ઓછો થઇ રહ્યો હોવાની આશંકા

બેજિંગઃ : ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગનું સિંહાસન ખતરામાં આવી રહ્યું હોવાના એંધાણ વરતાઇ રહ્યા છે.ભારત સાથેના  સીમા વિવાદ અને આર્થિક મુદ્દે થઇ રહેલા જબબર પ્રતિકારથી ઉપરાંત કોરોના વાઇરસ મુદ્દે સમગ્ર વિશ્વમાં છબી ખરડાઈ છે.ભારત અમેરિકા સહીત વિશ્વન દેશો ચાઈનીઝ માલનો બહિષ્કાર કરી રહ્યા હોવાથી આર્થિક મંદીની શરૂઆત થઇ રહી છે.
આ સંજોગોમાં જિનપિંગે ખુદ પોતાની કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપર કંટ્રોલ ગુમાવી રહ્યા હોવાની ચર્ચા છે.પ્રજાનું ધ્યાન બીજે દોરવાની કોશિશ કરી રહ્યા છે.તેમછતાં તેમનું સિંહાસન હચુડચુ થઇ રહ્યું હોવાની આશંકા વર્તાઈ રહી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)