Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ઇન્ડિયન અમેરિકન ડો.પ્રિતેશ ગાંધીને સેનેટર સુશ્રી કમલા હેરિસનું સમર્થન : ટેક્સાસના 10 મા ડિસ્ટ્રિક્ટમાં યોજાનારી કોંગ્રેસની પ્રાઈમરી ચૂંટણીમાં ડેમોક્રેટ ડો.ગાંધીના વિજય માટે આશાસ્પદ સંજોગોનું નિર્માણ

ટેક્સાસ : ઇન્ડિયન અમેરિકન ડો.પ્રિતેશ ગાંધીએ ટેક્સાસના 10 માં કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે.જેની પ્રાઈમરી ચૂંટણી માર્ચ માસમાં યોજાવાની હતી.પરંતુ કોવિદ -19 ના સંજોગોને કારણે મુલતવી રહી હતી.હવે 14 જુલાઈના રોજ  યોજાનારી આ ચૂંટણી માટે ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરિસે 27 જૂનના રોજ તેમને સમર્થન ઘોષિત કરતા તેઓની જીતના સંજોગો ઉજ્જવળ બન્યા છે.
સુશ્રી કમલા હેરિસે સમર્થન ઘોષિત કરતા જણાવ્યું હતું કે ડો.પ્રિતેશે કોવિદ -19 ના છેલ્લા 3 મહિના દરમિયાન જાનના જોખમે કોરોના સંક્રમિત દર્દીઓની સેવાઓ કરી છે.તેઓ સંસદમાં ગયા પછી પણ હેલ્થકેરને લગતા પ્રશ્નો અંગે રજુઆત કરી શકશે

(8:09 pm IST)