Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડૉ.એમી બેરાનો પ્રાઇમરી ચૂંટણીમાં આસાન વિજય : ૬ નવેં. ના રોજ યોજાનારી જનરલ ચૂંટણીમાં રિપબ્લીકન ઉમેદવારનો મુકાબલો કરશે

કેલિફોર્નિયા : યુ.એસ. માં સેમેરેન્ટો કેલિફોર્નિયા કોંગ્રેસમેન ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ ડૉ.એમી બેરાએ સતત ચોથી ટર્મમાં પણ ઉમેદવારી નોંધાવતા ૫ જુનના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં તેમણે બહુ આસાન વિજય મેળવી લીધો છે. હવે ૬ નવેં.ના રોજ યોજાનારી જનરલ ચૂંટણીમાં તેઓ રિપબ્લીકન ઉમેદવાર એન્ડ્રયુ ગ્રાન્ટ સાથે મુકાબલો કરશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST