Gujarati News

Gujarati News

News of Friday, 2nd March 2018

AAPI થી ૩૬ની વાર્ષિક કોન્‍ફરન્‍સ ઓહિંયો મુકામે ૪ થી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન મળશેઃ યુ.એન. ખાતેના અમેરિકાના એમ્‍બેસેડર સુશ્રી નિક્કી હેલી તથા અમેરિકા ખાતેના ભારતના એમ્‍બેસેડર શ્રીનવતેજ સરના હાજરી આપશે

ઓહિયોઃ યુ.એસ.માં કાર્યરત ‘‘અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીયન્‍શ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન'' (AAPI)ના ઉપક્રમે ૪ થી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ૩૬મી વાર્ષિક કોન્‍ફરન્‍સ એન્‍ડ સાયન્‍ટીફિક એસેમ્‍બલીનું આયોજન કરાયું છે. કોલમ્‍બસ સેન્‍ટર ઓરિયો મુકામે મળનારી આ કોન્‍ફરન્‍સમાં યુ.એન. ખાતેના અમેરિકાના એમ્‍બેસેડર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી તથા યુ.એસ.ખાતેના ભારતના એમ્‍બેસેડર શ્રી નવતેજ સરના હાજરી આપશે. જે અંતર્ગત ભારતીય મૂળના અગ્રણી ફીઝીશીયન્‍શ, હેલ્‍થ પ્રોફેશ્‍નલ્‍શ, એકેડેમિસિઅન્‍સ તથા વૈજ્ઞાનિકો સાથે સંપર્ક સાધવાની સહુને અમૂલ્‍યતક મળશે તેવું AAPI પ્રેસિડન્‍ટ ડો.ગૌતમ સમદરએ જણાવ્‍યું હતું.

આ વર્ષની કોન્‍ફરન્‍સ AAPI ઓહિયો ચેપ્‍ટર દ્વારા આયોજીત કરાઇ છે. જેની જવાબદારી કન્‍વેન્‍શન ચેર ડો.જહોન એ જહોન્‍સન સંભાળશે. જેમણે જણાવ્‍યું હતું કે આ કોન્‍ફરન્‍સ ગેટ ટુગેધર, શૈક્ષણિક એકટીવીટી, તેમજ ફેમિલી એન્‍જોયમેન્‍ટ સાથે આકર્ષક બની રહે તે માટે તેઓ ત્રિસ્‍ટેટના સહકાર સાથે પ્રયત્‍નશીલ છે.

(9:48 pm IST)