Gujarati News

Gujarati News

News of Friday, 2nd March 2018

યુ.એસ.માં ઇલિનોઇસના લેજીસ્‍લેટીવ ઉમેદવાર શ્રી રામ વિલ્લીવલમ માટે ચૂંટાઇ આવવાના ઉજજવળ સંજોગોઃ સ્‍થાનિક ન્‍યુઝપેપર ‘શિકાગો ટ્રિબ્‍યુન'ના તંત્રીલેખમાં કરાયેલી છણાંવટ

ઇલિનોઇસના ૮મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટના ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવાર શ્રી રામ વિલ્લીવલમ માટે ચૂંટાઇ જવાના ઉજ્જવળ સંજોગો દર્શાવતો એડીટોરીયલ લેખ સ્‍થાનિક ન્‍યુઝપેપર ‘‘શિકાગો ટ્રિબ્‍યુન''માં પ્રસિધ્‍ધ થયો છે.

આ અહેવાલમાં જણાવાયા મુજબ શ્રીરામના પ્રતિસ્‍પર્ધી વર્તમાન ઉમેદવાર ઇરા સિલ્‍વરસ્‍ટેન સેકસ હેરેસમેન્‍ટ તથા લેજીસ્‍લેટર તરીકેના અયોગ્‍ય વર્તન સાથેના વિવાદથી ઘેરાયેલા છે. વધુમાં જણાવાયા મુજબ બંને ઉમેદવારો સબળ છે પરંતુ શ્રી વિલ્લીવલમ માટે વધુ ઉજ્જવળ સંજોગો છે.

(9:46 pm IST)