Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

દુબઈમાં રહેતો ભારતીય મૂળનો નાગરિક રાતોરાત કરોડપતિ બની ગયો : 30 લાખ અમેરિકી ડોલર ( અંદાજે 22 કરોડ રૂપિયા ) ની લોટરી લાગી : હજુ પાંચ દિવસ પહેલા જ ટિકિટ ખરીદી હતી

દુબઇ : દુબઈમાં રહેતો ભારતીય મૂળનો નાગરિક 51 વર્ષીય જોર્જ જેકબ રાતોરાત કરોડપતિ બની ગયો છે. તેને 30 લાખ અમેરિકી ડોલર ( અંદાજે 22 કરોડ રૂપિયા ) ની લોટરીનું ઇનામ લાગ્યું છે. તેણે હજુ પાંચ દિવસ પહેલા જ એટલેકે  30 નવેમ્બરના રોજ ટિકિટ ખરીદી હતી.

સ્થાનિક સમાચાર પત્ર ખલીજા ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર મુજબ તે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલો છે.તેની આર્થિક પરિસ્થિતિ નબળી હતી.પરંતુ લોટરી લાગતા તે રાતોરાત કરોડપતિ બની ગયો છે.તેવું સમાચાર  સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)