Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ભારતના ૩ સ્ટેટમાં હોસ્પિટલ પ્રોજેકટ માટે અમેરિકામાં પાંચ લાખ ડોલરનું ફંડ ભેગુ કરાયું: ''સંકારા આઇ ફાઉન્ડેશન''ના ઉપક્રમે મિલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે યોજાયેલા ગાલા બેન્કવેટ પ્રોગ્રામમાં દાતાઓએ ઝોળી છલકાવી દીધી

કેલિફોર્નિયાઃ ''સંકારા આઇ ફાઉન્ડેશન''ના ઉપક્રમે યુ.એસ.ના મિલ્પીટાસ, કેલિફોર્નિયા મુકામે ૮ ડીસેં. ૨૦૧૮ના રોજ વાર્ષિક બેન્કવેટ પ્રોગ્રામ યોજાઇ ગયો.

ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર ખાતે હોસ્પિટલ પ્રોજેકટ માટે યોજાયેલા આ પ્રોગ્રામમાં ઉપસ્થિત આમંત્રિતોેએ પાંચ લાખ ડોલર ઉપરાંત રકમ આપી ઝોળી છલકાવી દીધી હતી. આ રકમનો ઉપયોગ ભારતના મધ્યપ્રદેશમાં આવેલા ઇન્દોર ઉપરાંત તેલંગણાના હૈદ્દાબાદ તથા મહારાષ્ટ્રના ન્યુ મુંબઇમાં આંખોની સર્જરી માટે હોસ્પિટલનું નિર્માણ કરાશે. જયાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી અપાશે તેવું સંકારા આઇ કેર ઇન્સ્ટીટયુટના ફાઉન્ડર તથા પ્રોગ્રામના ચિફ ગેસ્ટ ડો.આર.વી. રામાણીએ જણાવ્યું હતું.

આ સત્કાર્ય માટે ડોનેશન આપવા www.giftofvision.org દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)