Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ફિર એક બાર મોદી સરકાર' : વિદેશોમાં વસતા મોદી સમર્થકો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા અપાવવા સજ્જઃ અમેરિકા ઉપરાંત બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં વસતા OFBJP મેમ્બર્સ રૂબરૂ, ટેલિફોન દ્વારા અથવા સોશીઅલ મીડિયાના માધ્યમથી ઝુંબેશ ચલાવશે

વોશીંગ્ટનઃ ૨૦૧૯ની સાલમાં ફરીથી મોદી સરકારને સત્તા અપાવવા ઇન્ડિયન અમેરિકન સમર્થકો સજ્જ થઇ ગયા છે.

 આ અગાઉની લોકસભાની ચૂંટણી સમયે OFBJPના અમેરિકા ચેપ્ટરએ સક્રિય રીતે ભાજપને ૨૭૨ પ્લસ બેઠકો મળે તે માટે પ્રયાસો કયા હતા. જેમાં તેઓ સફળ પણ થયા હતા. જેની નોંધ વડાપ્રધાન બન્યા બાદ ૨૦૧પની સાલમાં અમેરિકાની મુલાકાત સમયે શ્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી. તથા વતનમાં ઉત્કર્ષમાં તેમના યોગદાનને બિરદાવ્યુ હતું.

આ વખતે ફરીથી ૨૦૧૯ની સાલમાં પણ ભારતમાં ભાજપનો વિજય ડંકો વાગે તે માટે ઇન્ડિયન અમેરિકનો સક્રિય થઇ ગયા છે. જેઓ ચૂંટણી સમયે રૂબરૂ ભારત આવી અથવા સગા સંબંધીઓને ફોન કે સોશીઅલ મીડિયાના માધ્યમથી ફિર એક બાર મોદી સરકાર માટે ભલામણ કરશે.

ઉલ્લેખનીય છે કે OFBJP યુ.એસ. ચેપ્ટર ૪ હજારની મેમ્બરશીપ ધરાવે છે. જેના પ્રેસિડન્ટ ક્રિશ્ના રેડ્ડીના જણાવ્યા મુજબ તેઓના ૩ લાખ સમર્થકો પણ આ ઝુંબેશમાં સક્રિયપણે જોડાશે.

ઉપરાંત અમેરિકા સિવાયના દેશો જેવા કે બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા અમુક આફ્રિકન કેન્દ્રોમાં પણ મોદી સમર્થકો છે. જેઓ ઝુંબેશમાં જોડાશે.

 

(6:42 pm IST)