Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

"વર્લ્ડ મેમરી ચેમ્પિયન્શિપ " : સિંગાપોરમાં વસતા ભારતીય મૂળના 12 વર્ષીય બાળક મનોજ ધ્રુવને 2 ગોલ્ડ મેડલ : હોંગકોંગમાં યોજાયેલી સ્પર્ધામાં 56 બાળકો વચ્ચે મેદાન મારી ભારતનું હીર ઝળકાવ્યું

હોંગકોંગ : તાજેતરમાં 22 તથા 23 ડિસેમ્બરના રોજ હોંગકોંગ મુકામે બાળકો માટે યોજાયેલી વર્લ્ડ મેમરી ચેમ્પિયનશીપમાં  ભારતીય મૂળના 12 વર્ષીય બાળક ધ્રુવ મનોજએ 2 ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે.તે 56 બાળકો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બન્યો છે.

"names and faces" તથા  "random words" અંગે પુછાયેલા પ્રશ્નોના જવાબમાં તે 56 બાળકો વચ્ચે વિજેતા બન્યો હતો.તેને 2 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)