Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

રાજકીય, આર્થિક,તેમજ વ્યૂહાત્મક પીછેહટ સાથે અમેરિકાની ટ્રમ્પ સરકારે 2018 ની સાલ પુરી કરી : મેક્સિકો અને અમેરિકા વચ્ચે દીવાલ મુદ્દે શટડાઉન, નવેં માસમાં યોજાયેલી ચૂંટણીઓમાં પછડાટ ,રિપબ્લિક પાર્ટીમાં ટ્રમ્પની નીતિઓ સામે વિરોધ,ઇમિગ્રન્ટ્સ મુદ્દે વિવાદ, ડિફેન્સ સેક્રેટરી, તથા યુ.એન.ખાતેના પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીક્કી હેલીનું રાજીનામુ, સહિતના બનાવો વચ્ચે વર્ષની વિદાય

વોશિંગટન : અમેરિકામાં 2018 ની સાલ ટ્રમ્પ સરકાર માટે મુશ્કેલરૂપ બની રહી.જે મુજબ  મેક્સિકો અને અમેરિકા વચ્ચે દીવાલ મુદ્દે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં સહમતી નહીં સધાતા ટ્રમ્પ સરકારે મૂકેલું બિલ પસાર થઇ શક્યું નહોતું જે હજુ પણ અધ્ધરતાલ છે.પરિણામે સરકારી તંત્રમાં હજુ સુધી શટડાઉન જોવા મળે છે

 ઉપરાંત નવેં માસમાં યોજાયેલી વચગાળાની ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સ ઉમેદવારો વધુ સંખ્યામાં ચૂંટાઈ આવતા નીચલા ગ્રહમાં રિપબ્લિકન પાર્ટીએ બહુમતી ગુમાવી દીધી છે.એટલું જ નહીં ખુદ પોતાની જ રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પ ની નીતિ રીતિઓ વિરુદ્ધ અસંતોષ જોવા મળ્યો હતો.તેમજ ઇમિગ્રન્ટ્સ મુદ્દે તેમના કડક નિર્ણયના કારણે આ અસંતોષમાં વધારો થયો હતો.

પ્રેસિડન્ટના વિશ્વાસુ સાથીદારો ગણાતા ઉચ્ચ અધિકારીઓએ પણ 2018 ની સાલમાં રાજીનામાં ધરી દીધા છે.જેમાં ડિફેન્સ સેક્રેટરી, તથા યુ.એન.ખાતેના પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીક્કી હેલી સહિતનાઓનો સમાવેશ થાય છે. આમ વીતેલું વર્ષ  ડોનાલ્ડ ટ્રમ્પ માટે ફરીથી પ્રેસિડન્ટ બનતા રોકી પાડવાના  એંધાણ સમાન નિવડ્યું  છે.

(12:41 pm IST)