Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

''માતા કી ચૌકી'': યુ.એસ.ના હયુસ્ટનમાં આજ ૧ જાન્યુ.૨૦૧૯ના રોજ માતા વૈશ્નવો દેવીની પૂજાનો લહાવોઃ સનાતન ધર્મ મહાસભા સહિતના ભાવિકો જોડાશેઃ પૂજા વિધિ, સંગીત, કિર્તન તથા ડિનર મહાપ્રસાદનું આયોજન

હયુસ્ટનઃ યુ.એસ.માં આજ  ૧ જાન્યુ ૨૦૧૯ના રોજ હિન્દુ વર્શીય સોસાયટીના ઉપક્રમે ''માતા કી ચૌકી'' ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

૨૨૨૩, વર્ટક્રેસ્ટ હયુસ્ટન ટેકસાસ મુકામે યોજાનારા આ પ્રોગ્રામનો સમય સાંજે ૫ થી રાત્રિના ૯ વાગ્યા સુધીનો રહેશે જે અંતર્ગત માતા વૈશ્નવો દેવીજીની પૂજા કરાશે. જેમાં સનાતન ધર્મ મહાસભા બ્રાંચ પણ સંગીતના સથવારે જોડાશે.

બાદમાં ડિનર મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:01 pm IST)