Gujarati News

Gujarati News

News of Friday, 30th August 2019

''નમસ્તે અમેરિકા'': ર૦ર૦ ની સાલના પ્રેસિડન્ટ પદના સંભવિત ડેમોક્રેટ ઉમેદવાર રાયનનું ચુંટણી કમ્પેનઃ સફેદ તથા લાલ અક્ષરે નમસ્તે અને અમેરિકા લખેલું ટી-શર્ટ રપ ડોલરની કિંમતે બજારમાં વેંચવા મુકયું: વિદેશોમાંથી અમેરિકા આવેલા લોકોને પ્રોત્સાહીત કરવાનો હેતુ

   વોશિંગ્ટન : અમેરિકામાં ર૦ર૦ ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના સંભવિત ઉમેદવાર ડેમોક્રેટ રાયનએ પોતાના ચુંટણી પ્રચાર માટે નમસ્તે અમેરિકા લખેલ ટી-શર્ટ બજારમાં મુકયું છે.

પચ્ચીસ ડોલરની કિંમતે બજારમાં વેચવા મુકેલા આ ટીશર્ટ ઉપર સફેદ અક્ષરે હિન્દી શબ્દ નમસ્તે લખેલો છે. તથા લાલ અક્ષરે  અમેરિકા લખ્યું છે.  તથા પોતાની ટીમ રાયનના નામથી પ્રચાર શરૂ કર્યો છે.

જો કે હિન્દી તથા ઇંગ્લીશ મિશ્રીત સુત્ર મુકવા બદલ સ્થાનિક અમેરિકનોમાં કચવાટ પણ જોવા મળ્યો છે. જેના અનુસુધાને રાયનના મત મુજબ વિદેશોમાંથી આવી અમેરિકામા સ્થાયી થયેલા લોકોને પ્રોત્સાહિત કરવાનો તેમનો હેતુ છે.

(9:35 pm IST)