Gujarati News

Gujarati News

News of Friday, 30th August 2019

યુ.એસ.ની પ્રિન્સેટોન યુનિવર્સિટીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા રાઇટર સુશ્રી ઝમ્પા લહિરીનો દબદબોઃ પુલિત્ઝર પ્રાઇસ વિજેતા સુશ્રી લહિરીને ક્રિએટીવ રાઇટીંગ પ્રોગ્રામ ડીરેકટર બનાવાયા

     ન્યુજર્સીઃ ઇન્ડીયન અમેરિકન મહિલા રાઇટર સુશ્રી ઝમ્પા લહિરીની નિમણુંક પ્રિન્સેટોન યુનિવર્સિટીના લેવિસ સેન્ટરમાં આર્ટસ ક્રિએટીવ રાઇટીંગ પ્રોગ્રામમાં કરવામાં આવી છે.

     પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સુશ્રી લહિરી પ્રિન્સેટોન ફેકલ્ટીમાં ર૦૧પ ની સાલથી સર્જનાત્મક લખાણ વિભાગના પ્રોફેસર છે. તેઓને ઉપરોકત પ્રોગ્રામના ડિરેકટર બનાવાયા છે. તેઓ સ્ટુડન્ટસને અન્ય ભાષાઓમાં લખાયેલા સાહિત્યનું ટ્રાન્સલેશન કરવાની પ્રેકટીશ કરાવશે તેમજ સાહિત્યના નવસર્જન માટે પ્રોત્સાહિત કરશે.

ઉલ્લેખનીય છે કે પ્રિન્સેટોન યુનિવર્સિટીમાં ક્રિએટીવ રાઇટીંગ પ્રોગ્રામ છેલ્લા ૮૦ વર્ષથી ચલાવવામા આવી રહ્યો છે.

(9:34 pm IST)