Gujarati News

Gujarati News

News of Friday, 30th August 2019

ગણેશ ચતુર્થીના આગમન સમયે લંડનમાં વિવાદ : ઓનલાઇન રિટેઇલ કંપનીએ ઓમ અને ગણેશની પ્રિન્ટવાળી લેંગીસ વેચવા મૂકી : હિન્દુઓએ વિરોધ નોંધાવતા ઉત્પાદન પરત ખેંચી માફી માંગી

લંડન : લંડનમાં ઓનલાઇન રિટેઇલ વેપાર કરતી એક કંપનીએ  ઓમ અને ગણેશની પ્રિન્ટવાળી લેંગીસ વેચવા મુકતા ભારે વિવાદ સર્જાયો હતો.હિન્દુઓના લોકપ્રિય તહેવાર ગણેશ ચતુર્થીનું  આગમન નજીક છે ત્યારે  30 પાઉન્ડમાં વેચવા મુકેલી આ લેંગીસ વિરુધ્ધ હિન્દુઓએ વિરોધ નોંધાવતા કંપનીએ તે પરત ખેંચી માફી માંગી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)