Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

''ઇન્ડિયા ડે ૨૦૧૯'': યુ.એસ.માં FIA જયોર્જીયાના ઉપક્રમે ૧૭ ઓગ.ના રોજ ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ બપોરે ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા દરમિયાન ધ્વજારોહણ, ઉદબોધન, ડાન્સ,મ્યુઝીક, પ્રદર્શન સહિત વિવિધ પ્રોગ્રામની હારમાળાઃ મેજર જનરલ શ્રી ગગનદીપ બક્ષી તથા એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણી હાજરી આપશે

જયોર્જીયાઃ ''ઇન્ડિયા ડે ૨૦૧૯'' યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એશોશિએશન્શ ઓફ જયોર્જીયા (FIA જયોર્જીયા)ના ઉપક્રમે ૧૭ ઓગ.૨૦૧૯ના રોજ  ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે. જે ''ઇન્ડિયા ડે ૨૦૧૯'' તરીકે ઉજવાશે.

ગોકુલધામ કોમ્પ્લેક્ષ ,બુફોર્ડ, જયોર્જીયા મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે ૪-વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીનો રહેશે.

ઉજવણી અંતર્ગત વિવિધ આયોજનો કરાયા છે. જે અંતર્ગત પરેડ, ધ્વજારોહણ, અગ્રણી મહાનુભાવોના ઉદબોધનો,ડાન્સ, મ્યુઝીક, પ્રદર્શન, ફુડ બુથ સહિતનો સમાવેશ થાય છે.  તેવું FIA જયોર્જીયા સેક્રેટરી શ્રી રાજીવ મેનને જણાવ્યું છે.

આ તકે ઉદબોધન કરનાર મહાનુભાવોમાં ભારતના અનેક યુધ્ધોના હીરો માંહેના એક મેજર જનરલ શ્રી ગગનદીય બક્ષી, એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણી, ગ્વિનેટ કાઉન્ટી બોર્ડ ઓફ કમિશ્નર્સ ચેરમેન, ચાર્લોટ નેશ, સ્ટેટ રીપ્રેઝન્ટેટીવ પેડ્રો મેરીન, સહિત સ્થાનિક તથા સ્ટેટ કક્ષાના અગ્રણીઓનો સમાવેશ થાય છે.

ઉજવણીમાં જયોર્જીયામાં વસતા તમામ ભારતીયો શામેલ થશે. જે માટે જયોર્જીયાના તમામ એશોશિએશનનો સંપર્ક સાધી લેવાયો છે. તેવું FIA જયોર્જીયા પ્રેસિડન્ટ ડો.વાસુદેવ પટેલએ જણાવ્યું છે જયોર્જીયા તથા આજુબાજુના સ્ટેટમાં વસતા ઇન્ડિયન અમેરિકન હજારોની સંખ્યામાં વતનના આઝાદી પર્વની ઉજવણીમાં શામેલ થવા ઉમટી પડશે તથા પરેડ સહિતના કાર્યક્રમોમાં જોડાશે. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ તથા ગોકુલધામ આસપાસની ખાલી જગ્યાઓમાં વિનામૂલ્યે પાર્કીગની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશેષ વિગત માટે ડો.વાસુદેવ પટેલ (૪૦૪)૪૦૧-૪૪૦૪ અથવા શ્રી રાજીવ મેનનો કોન્ટેક નં.(૬૭૮)૩૮૬-૭૮૭૩ દ્વારા સંપર્ક સાધવા ડો.વાસુદેવ પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:41 pm IST)