Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ભારતીય મૂળની ડોકટર છોકરી બની મિસ ઇંગ્લેન્ડ ૨૦૧૯, જીત્યાના બીજા જ દિવસે હોસ્પિટલમાં નોકરીએ લાગી ગઇ

મોડલ કમ જુનિયર ડોકટરઃ ગુરૂવારની રાતે મિસ ઇંગ્લેન્ડનો તાજ જીતી એ વખતે અને શુક્રવારે સવારે બોસ્ટનની યુનિવર્સિટીમાં જુનિયર ડોકટર તરીકે જોડાયેલી ભાષા મુખરજી.

લંડન તા.૩: ગુરૂવારે મોડી રાતે મિસ ઇંગ્લેન્ડની સૌંદર્યસ્પર્ધા યોજાઇ હતી. એમાં ડર્બી શહેરમાં રહેતી ભાષા મુખરજી નામની ૨૩ વર્ષની યુવતીએ તાજ જીત્યો હતો. પહેલી વાર કોઇ ભારતીય મૂળની સુંદરી ઇંગ્લેન્ડની સૌંદર્યસ્પર્ધાનો આ તાજ જીતી છે અને હવે તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે. ભાષા પાસે ડોકટરની બે ડિગ્રીઓ છે અને તેને ઇંગ્લિશ, હિન્દી, બંગાળી, જર્મન અને ફેન્ચ એમ પાંચ ભાષા કડકડાટ આવડે છે. ૧૪૬નો ઇન્ટેલિજન્સ કવોશન્ટ ધરાવતી ભાષા આ સ્પર્ધા જીતીને માત્ર એક રૂપકડી મોડલ જ બની રહેવા નથી માગતી. નવાઈની વાત એ છે કે તે જે રાતે આ સૌંદર્ય સ્પર્ધાનું ટાઈટલ જીતી એના બીજા જ દિવસે તેણે બોસ્ટનની એક હોસ્પીટલાં જુનિયર ડોકટરની નોકરીએ જોડાવાનુ હતુ. ભાષા નોકરીએ લાગવા માટે જીતની રાતે જ ટ્રેનમાં બેસીને ન્યુકેસલથી બોસ્ટન પહોંચી હતી અને રાતના ઉજાગરા છતા પોતાની ડયુટીએ લાગી ગઈ હતી. અફકોર્સ, હવે બ્યુટી પેજન્ટ જીત્યા પછી તે ફુલ ટાઈમ નોકરી નહીં કરી શકે, પણ તેણે જે કર્યુ એ જોતા ડેડિકેશન કાબિલેદાદ છે એ તો કહેવુ પડે.

(3:37 pm IST)