Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

યુ.એસ.માં વિદેશી મૂળના STEM ગ્રેજ્યુએટ માટેનો ''ઓપ્શનલ ટ્રેનીંગ પ્રોગ્રામ (OPT)''ઃ૧ વર્ષ કામ કરવા માટે મળી શકતી નિમણુંક વધુ ૨ વર્ષ માટે લંબાવી શકાય છેઃ કુલ ૩ વર્ષ સુધી મળી શકતી નિમણૂંક દરમિયાન ICE ડીપાર્ટમેન્ટ દ્વારા કડક ચકાસણીની શકયતા ધ્યાનમાં રાખવી જરૃરી

વોશીંગ્ટનઃ યુ.એસ.માં સાયન્સ ટેકનોલોજી, એન્જીનીઅરીંગ એન્ડ મેથેમેટીકસ '(STEM)' ગ્રેજ્યુએટ  વિદેશી સ્ટુડન્ટસને સ્થાનિક કંપનીઓ દ્વારા ઓપ્શનલ પ્રેકટીકલ ટ્રેનીંગ (OPT) પ્રોગ્રામ અંતર્ગત ૧ વર્ષ માટે કામ કરવા નિમણુંક આપી શકાય છે. તથા આ ૧ વર્ષ પુરૃ થયા બાદ આ વિદેશી મૂળના ગ્રેજ્યુએટ વધુ ૨૪ માસ માટે કામ કરવા અરજી કરી શકે છે. આમ તેઓને કુલ ૩ વર્ષ સુધી કામ કરવાની મંજુરી મળે છે.

જો કે આ OPT પ્રોગ્રામ હેઠળ કામ કરતા ગ્રેજ્યુએટસના  કામના સ્થળની યુ.એસ. ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE) ડીપાર્ટમેન્ટના અધિકારીઓ ચકાસણી કરી શકે છે. તથા આ પ્રોગ્રામનો ખરા અર્થમાં અમલ થાય છે કે કેમ તેની ચકાસણી કરી શકે છે. તથા કામ કરતા કર્મચારી સાથે પ્રશ્નોતરી પણ કરી શકે છે. જો જવાબ મળવામાં ભૂલ જણાય તો આ પ્રોગ્રામ હેઠળ કામ કરવાનો અધિકાર રદ પણ થઇ શકે છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)