Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

અમેરિકામાં ભારતીય મૂળના ૩૦ વર્ષીય યુવાન ઉપર ગોળીબારઃ અલબામા ખાતે સ્ટોરમાં પાર્ટ ટાઇમ નોકરી કરતાં ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ નેઇલ કુમારની હત્યા કરી લૂંટફાટ કરી નાસી છુટયોઃ એક શંકમંદ આરોપીની ધરપકડ

અલબામાઃ યુ.એસ.ના બ્રન્ડીઝ અલબામા મુકામે આવેલા સ્ટોરમાં પાર્ટ ટાઇમ નોકરી કરતાં ભારતીય મૂળના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ઉપર ગોળીબાર કરી તેનું મોત નિપજાવાયાનું સમાચાર સૂત્રો દ્વારા  જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ટ્રોય યુનિવર્સિટીના સ્ટુડન્ટ ભારતીય મૂળના યુવાન ૩૦ વર્ષીય નેઇલ પુરૂષ કુમારએ સ્ટોર ખોલી તેમાં પ્રવેશ કર્યાની ચાર જ મિનીટમાં આરોપીએ તેમાં પ્રવેશ કરી રિવોલ્વરની અણીએ સ્ટોર રજીસ્ટર તથા કેશ સોંપી દેવાનો હુકમ કર્યો હતો. જે કુમારએ કોઇપણ જાતના સંઘર્ષ કે વિરોધ વિના સોંપી દીધા પછી પણ આરોપી રકમ લઇ ગોળીબાર કરી કુમારનું મોત નિપજાવી નાસી છૂટ્યો હતો.

આ બાબતે ૨૩ વર્ષીય શકમંદ આરોપ ટ્રોય સ્થિત લિઓન ટેરેલ ફલાવર્સની ધરપકડ થઇ છે તેના ઉપર મર્ડર તથા લૂટફાટની કલમ લગાડવામા આવી હોવાનું જાણવા મળે છે.

(9:05 pm IST)