Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સ્ટુડન્ટસ માટે શ્રેષ્ઠ શિક્ષણ, રહેણી કરણી, તથા અભ્યાસ પછી નોકરીની સુવિધા ક્ષેત્રે બ્રિટનનું લંડન શહેર વિશ્વમાં પ્રથમ ક્રમેઃ જાપાનના ટોકિયો તથા ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરને પણ પાછળ રાખી દઇ સતત બીજા વર્ષે અવ્વલ નંબરે

 

 

લંડનઃ વિશ્વના સ્ટુડન્ટસ માટે અભ્યાસ, રહેણી કરણી, અભ્યાસ પછી નોકરીની સુવિધા સહિત ૬ બાબતોને ધ્યાને લઇ બ્રિટનના લંડન શહેરએ સતત બીજા વર્ષે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે બીજા ક્રમે ટોકિયો તથા ત્રીજા ક્રમે મેલબોર્ન છે.

આ શહેરમાં વિશ્વ સ્તરીય સ્ટુડન્ટસ માટેની શ્રેષ્ઠ સુવિધાઓ થકી તેણે જાપાનના ટોકીયો તથા ઓસ્ટ્રેલિયાના મેલબર્નનો પણ પાછળ રાખી દીધા છે તેવો અહેવાલ કયુએસ કવોકયુરેલી સાયમન્ડસએ તૈયાર કયો છે જે બેસ્ટ સ્ટુડન્ટસ સિટીઝ રેન્કીંગના માધ્યમથી તૈયાર કર્યાનું જાણવા મળે છે.

(9:01 pm IST)