Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

ઇન્ડિયન અમેરિકન ૭૬ વર્ષીય મહિલા સુશ્રી નિરૂપમા ''નિલા'' રમાદા લાપતાઃ ફ્રેમોન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટએ ૨૯ જુલાઇ ૨૦૧૯ના રોજ જાહેર કર્યા મુજબ લાંબુ સ્લિવ પ્રિન્ટ શર્ટ તથા બ્લેક પેન્ટ પહેર્યુ છેઃ 90 Lbs. એટલે કે ૪૧ કિલો જેટલું વજન ધરાવતી આ મહિલા વિષે કોઇને જાણકારી હોય તો તુરંત ૯૧૧ દ્વારા અથવા પોલીસ ડીપાર્ટમેન્ટનો સંપર્ક સાધવા અનુરોધ

કેલિફોર્નિયાઃ અમેરિકાના ફ્રેમોન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટએ જાહેર કર્યા મુજબ ઇન્ડિયન અમેરિકન સિનીઅર મહિલા ૭૬ વર્ષીય સુશ્રી નિરૂપમા ''નિલા'' રમાદા લાપતા છે. ૨૯ જુલાઇ ૨૦૧૯ના રોજ પોલીસ ડિપાર્ટમેન્ટએ જણાવ્યા મુજબ આ મહિલા છેલ્લે ફ્રેમોન્ટના મિશન ડીસ્ટ્રીકટમાં આવેલા વ્હાઇટટેલ/બોર સર્કલ વિસ્તારમાં જોવા મળી હતી. ત્યારપછી તેનો કોઇ પત્તો નથી.

90 Lbs. એટલે કે ૪૧ કિલો જેટલું વજન ધરાવતી આ મહિલાએ લાંબુ સ્લિવ પ્રિન્ટ શર્ટ તથા બ્લેક પેન્ટ પહેરેલું છે. કોઇને પણ તેના વિશે માહિતી હોય તો તુરંત કોન્ટેક નં.૯૧૧ ઉપર અથવા ફ્રેમોન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટને કોન્ટેક નં.(૫૧૦)૭૯૦-૬૮૦૦ ext. ૩ ઉપર જાણ કરવા વિનંતી કરાઇ છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)