Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

પાકિસ્તાની ક્રિકેટર હસનઅલીની ટિવટરના માધ્યમથી સ્પષ્ટતાઃ જો બધુ સમુસુતરૂ ઉતરશે તો ઓગસ્ટ માસમાં ભારતના હરિયાણાની યુવતિ શામિયા સાથે લગ્ન કરશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની ક્રિકેટર હસન અલી ભારતના હરિયાણાની યુવતિ શામિયા સાથે ઓગસ્ટ માસમાં લગ્ન કરશે તેવી મીડિયા માધ્યમ દ્વારા થઇ રહેલી ચર્ચા અંગે તેણે ટિવટરના માધ્યમથી કરેલી ચોખવટ મુજબ ઇન્શાલ્લા એટલે કે ખુદાની મરજી હશે તો તેના લગ્ન આ હરિયાણાની યુવતિ સાથે થશે. હજુ બંનેના પરિવારોને પરસ્પર વાતચીત કરવાની બાકી છે. તેની જો બધુ સમુસુતરૂ પાર ઊતરશે તો લગ્ન થશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ક્રિકેટરોના લગ્ન ભારતીય યુવતિઓ સાથે થવાની વાત નવી નથી. આ અગાઉ શોએબ મલ્લિકે સાનીઆ મિર્ઝા સાથે, લગ્ન કર્યા છે. ઉપરાંત ઝાહિર અબ્બાસ તથા મોહસીન હસનખાનની પત્ની પણ ભારતની વતની છે.     

(8:32 pm IST)