Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

ભારતમાં છેવાડાના વિસ્તારોમાં વસતા વિદેશીઓના જરૂરીયાતમંદ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું અભિયાનઃ ગરીબીમાં સબડતા મિગ્રન્ટસના બાળકોને શિક્ષિત કરી ગરીબી દૂર કરવાનો હેતુઃ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન તથા વેસ્ટ બ્રિજ કેપિટલની સંયુકત ભાગીદારીથી થનારો પ્રયાસ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન તથા વેસ્ટ બ્રિજ કેપિટલએ સંયુકત નિવેદનમાં જાહેર કર્યા મુજબ તેમણે ભારતના છેવાડાના વિસ્તારોમાં વસતાં વિદેશોમાંથી આવેલા જરૂરીયાતમંદ લોકોના ૪૩ હજાર જેટલા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે ભાગીદારી કરી છે. જેથી ગરીબીમાં સબડતા આ વિદેશી લોકોની ભાવિ પેઢી તેમના પરિવારોને ગરીબીમાંથી મુકત કરાવી શકે તેવું વેસ્ટ બ્રિજ કેપિટલના મેનેજીંગ ડીરેકટર તથા કો.ફાઉન્ડર ઇન્ડિયન અમેરિકન શ્રી સુમિર ચઢાએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

૪ વર્ષ માટે કરાયેલી આ ભાગીદારી માટે વેસ્ટ બ્રિજ દ્વારા એક મિલીઅન ડોલરની ગ્રાન્ટ મંજુર કરાઇ છે. જે ઓડિસા છતીસગઢ, મધ્ય પ્રદેશ, તથા ઉત્તર પ્રદેશની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા મિગ્રન્ટ બાળકો માટે વપરાશે.

(8:30 pm IST)